________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ
૩૦૩
માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાયમાં પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે. રંગ-રાગાદિ ભાવોમાં એ ક્યાં પ્રસરે છે? ચૈતન્યદેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પુદગલનો જ નાચ છે. તેઓ પુદગલપૂર્વક જ થયા છે અને તેથી તેમાં પુદગલ જ નાચે છે એમ કહે છે. અહાહા ! અનંતકાળમાં જે શુભભાવ થયો એ પુગલનું પરિણમન છે. અશુભભાવ થયો તે પુદ્ગલનું પરિણમન છે; તથા શુભાશુભનું ફળ જે સ્વર્ગ આવ્યું એ પણ પુદ્ગલમય છે અને અશુભભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે.
(૩-૨૩૭) (૮૨૫) પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત ભક્તિના પરિણામ રાગ છે અને તે દુઃખના અનુભવની દશા છે. માટે તે ચેતન નથી પણ જડ છે. દુઃખનો અનુભવ છે તે જડ છે. અહાહા...! કેવો ન્યાય મૂક્યો છે! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તે દુઃખરૂપ છે. માટે તે અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિમાંથી આવતો નથી. વ્યવહારરત્નત્રયના ભાવને પુણ્ય-પાપ-અધિકારમાં પાપભાવ કહ્યો છે, કેમકે અનાકુળ શાંતિનો સાગર જે આનંદનો નાથ ભગવાન આત્મા છે એમાંથી તે આવતો નથી. અનાકુળ આનંદનો અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે તેથી જડ છે. કેવી સ્પષ્ટતા છે!
(૩-૨૪૨) (૮ર૬) પ્રશ્ન:-- આપ વિકારી પરિણામને પુદ્ગલના પરિણામ કેમ કહો છો?
ઉત્તર- - ભાઈ ! વિકાર છે તે વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુમાં એટલે આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી જે વિકારને કરે. તેથી તેને પર ગણીને પુદગલના પરિણામ કહીને ભિન્ન પાડી નાખ્યા, અને ચૈતન્યસ્વરૂપ આત્માને તેનાથી ભિન્ન કરી નાખ્યો છે. ચૈતન્યસ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભિન્ન પાડી વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્યના દ્રવ્યગુણથી તો વિકાર ભિન્ન છે જ, પરંતુ પર્યાયથી પણ વિકારને ભિન્ન પાડવા તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એકાન્ત છોડીને જે અપેક્ષા હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
(૪–૧૩૭) (૮૨૭) અહો ! આચાર્ય ભગવંતોએ કમાલ કામ કર્યા છે. દિગંબર આચાર્યો ધર્મના સ્થંભ હતા. તેઓએ ધર્મની સ્થિતિ યથાવત્ ઊભી રાખી છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભાવનું ફળ જે હુરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com