________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
અધ્યાત્મ વૈભવ બીજનો ચંદ્ર ઊગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્રને બતાવે છે. તેમ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ પૂર્ણ કેવળજ્ઞાનને બતાવે છે.
મતિ-શ્રુતજ્ઞાન પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભભાવ પ્રગતિ નથી કરતા કેમકે એ તો વિકાર છે. શુભાશુભભાવરહિત જે નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ છે તે અંશ વધતો-વધતો પરિપૂર્ણ કેવળજ્ઞાનરૂપ થાય છે. જેમ બીજની ત્રીજ, ચોથ, પાંચમ... વગેરે થઈને પૂનમ થાય તેમ મતિ-શ્રુતનો અંશ વધી-વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. તેથી એમ કહ્યું છે કે- “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિીડા માંડી છે.”
(૬-૨૧૪) (૬૬૬) શુભાશુભ ભાવથી ભિન્ન પડેલું જ્ઞાન વધીને કેવળજ્ઞાન થઈ જાય છે. એ સમ્યજ્ઞાનજ્યોતિ પોતાથી વધતી જાય છે; એને રાગની મદદની જરૂર નથી. વ્યવહારરત્નત્રય હોય એનાથી પ્રગતિ થાય, આગળ વધાય એમ નથી. જોકે કેવળજ્ઞાન ભણી ગતિ કરતા જ્ઞાનીને વચમાં શુભાશુભ આવશે ખરો, પણ એના વડે કેવળજ્ઞાન ભણી ગતિ થશે એમ છે નહિ. જેટલા અંશે શુભ-અશુભથી ભિન્ન પડીને નિર્મળ થયો છે તેટલા અંશે તે ગતિ કરે છે અને તે નિર્મળ અંશ વધતો વધતો કેવળજ્ઞાનને-પ્રર્ણને પ્રાપ્ત થશે. એટલે કે શુભભાવનો અભાવ કરીને પૂર્ણને પામશે, પણ શ્રુતભાવ વધી વધીને કેવળજ્ઞાન પામશે એમ છે નહિ.
(૬-૨૧૫) (૬૬૭) અહા! સમ્યજ્ઞાન જે થયું તે ભાવભ્રવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વયને પકડ્યું છે ને? સમ્યક મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે.
(૬-ર૬૫). (૬૬૮) જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારઃ- (૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ધનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. આના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન અને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી.
ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દળે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબાતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com