________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
વિરોધની-ક્રોધાદિ ક્રિયા છે. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે; તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને નથી. વિકાર પણ પોતાના ષટ્કારકથી પરિણમે છે, ક્રોધાદિ ક્રિયા એટલે વિકારનું ષટ્કારકરૂપ જે પિરણમન તેમાં ક્રોધાદિ છે, આત્મા નથી અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વની ક્રિયા એના પરિણમનમાં વિકાર છે, આત્માના પરિણમનમાં મિથ્યાત્વાદિ વિકાર નથી. (૫-૩૭૭)
ભગવાન આત્મા
(૯૩)
ક્રોધાદિ વિકારમાં, કર્મ કે નોકર્મમાં જ્ઞાન-આત્મા નથી અને જ્ઞાનમાં-આત્મામાં ક્રોધાદિ વિકાર, કર્મ કે નોકર્મ નથી. કેમ નથી ? તો કહે છે–તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. પુણ્ય-પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. તેવી જ રીતે કર્મને શરીરાદિને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. આત્માનું તો જાણનસ્વરૂપ છે અને ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જડસ્વરૂપ છે. તેથી આત્મામાં રંગ-રાગના ભાવ છે જ નહિ. (૬-૩૭૯ )
(૯૪)
આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદઘનસ્વરૂપ છે. સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા જોયો છે. એનું જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધાનની ક્રિયારૂપ, શાન્તિની ક્રિયારૂપ, આનંદની ક્રિયારૂપ શુદ્ધપણે પરિણમવું એને જાણનક્રિયા કહે છે; અને દયા, દાન, વ્રતાદિ રાગની રુચિરૂપે પરિણમવું તેને ક્રોધાદિક્રિયા કહે છે. એ બન્નેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જાણનક્રિયાથી ક્રોધાદિક્રિયા વિરુદ્ધ છે. જાણનક્રિયારૂપે પરિણમવું તે મોક્ષમાર્ગ છે અને એનું ફળ મોક્ષ એટલે અનંત સુખ છે. જ્યારે ક્રોધાદિક્રિયારૂપે પરિણમવું એ બંધમાર્ગ છે અને એનું ફળ સંસાર અને અનંત દુ:ખ છે.
જાણનક્રિયા ધર્મની ક્રિયા છે અને રાગની રુચિરૂપ જે ક્રોધાદિક્રિયા થાય તે સ્વભાવથી વિરુદ્ધ હોવાથી અધર્મની ક્રિયા છે. એક ક્ષમાદિના પરિણમનરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમનરૂપ છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિક્રિયા છે અને સ્વભાવ સાથે જે એકત્વ થયું એ જાણનક્રિયા સમ્યગ્દર્શનની ક્રિયા, આનંદની ક્રિયા, શુદ્ધતાની ક્રિયા, સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે અને તે ધર્મ છે. બાપુ! આ નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ! આ નિર્ણય કરવાનાં ટાણાં છે હોં. (૬–૩૮૧)
(૯૫ )
જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતાં આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતાં જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આત્મા આત્મામાં જ છે કોઈ અન્ય દ્રવ્યમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com