________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૦૯ અંદર એકલા જ્ઞાન અને આનંદના નિધાન ભર્યાં છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું અખૂટ નિધાન છે. તે પરિપૂર્ણ પરમાત્મશક્તિના સામર્થ્યથી ભરેલું છે. આવા આત્માની જેને અંતરંગમાં દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે, અને તેને રાગ ગણવામાં આવ્યો નથી કેમકે તેને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. જો મિથ્યાત્વ સહિત રાગ હોય તો તે સમ્યગ્દષ્ટિ જ નથી. શું રાગમાં રુચિય હોય અને સમ્યગ્દર્શન પણ હોય? અસંભવ. રાગની રુચિ અને સમ્યગ્દર્શન બે સાથે હોઈ શક્તાં નથી. જેને પોસાણમાં રાગ છે તેને વીતરાગ-સ્વભાવ પોસાતો જ નથી. અને જેને વીતરાગસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા પોસાણો તેને રાગ પોસાય જ નહિ.
(૭-૧૦૧) (૫૮૫) અહા ! કહે છે-જો કોઈ વિરલ જીવ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તે અવશ્ય સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. સ્યાદ્વાદન્યાયથી એટલે શું? કે રાગ છે પણ તે શુદ્ધ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયપણે છે પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા આવી જતો નથી.
જો કોઈ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને સમ્યકત્વ થાય જ છે. જુઓ, થાય જ છે' એમ કહ્યું છે. અહાહા..! રાગ હો પણ રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ આવું અનેકાન્તસ્વરૂપ જાણીને જે અંતરસન્ન થાય છે તેને સમકિત અવશ્ય થાય જ છે. ભગવાન પૂર્ણાનંદના નાથમાં ક્યાં રાગ છે? અને રાગમાં તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ક્યાં રહ્યો છે? આવું સત્યાર્થ જાણી જે સ્વરૂપમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્ર થાય છે તેને સમ્યકત્વ થાય જ છે અર્થાત્ તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. આ સમકિત તે ધર્મનું પહેલું પગથિયું છે, ચારિત્ર તો તે પછીની વાત છે. ભાઈ ! મોક્ષમાર્ગનો આવો જ ક્રમ છે, સર્વજ્ઞ ભગવાને એવો જ ક્રમ જાણ્યો અને કહ્યો છે.
(૭–૧૦૪)
(૫૮૬)
- જ્ઞાની “એક શીલ:” એક સ્વભાવવાળો છે. વજન અહીં છે કે-ધર્મીને એક ગ્લાયક સ્વભાવ-જ્ઞાનાનંદસ્વભાવ એક સ્વભાવભાવ છે. આહાહા.. ! તેની દષ્ટિનો વિષય એક સ્વભાવભાવ છે. અહા! ઝીણી વાત છે પ્રભુ! સમ્યગ્દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ તેની વાત બહુ ઝીણી છે. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યગ્દષ્ટિનું ધ્યેય છે. તે કારણે તેની દષ્ટિ એક સ્વભાવભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ આવ્યો છે પણ તેમાં રસ નથી. અહાહા...! એક આનંદસ્વભાવમાં લીન એવા જ્ઞાનીને જે ક્રિયા આવી પડે છે તેમાં રસ નથી અને તેથી તેને બંધન પણ નથી અને ભવિષ્યમાં તેનું ફળ પણ તેને પ્રાપ્ત થતું નથી.
(૭-૪૧૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com