________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ
૩૦૭
એમ જે કાળે જાણ્યું તે જ કાળે તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે. ભાઈ ! આ તો અંદરની ક્રિયાની વાતો છે. તારે આ સમજવું પડશે.
(૪-૪૬) (૩૫) શુદ્ધનયરૂપ આત્મા શુદ્ધ ચૈતન્યઘન અંદર ત્રિકાળી વસ્તુ મોજૂદ છે તે એકને જ ઉપાદેયપણે ગ્રહણ કરવાનું ભગવાનની દેશનામાં આવ્યું છે. અહાહા ! વસ્તુ જે મલિનતા રહિત, હીણપ રહિત અને વિપરીતતા રહિત અતિનિર્મળ પૂર્ણ ચૈતન્યમય ભગવાન છે તે એક જ ઉપાદેય છે એમ ભગવાનની વાણીનું ફરમાન છે. રાગથી ભિન્ન પડીને જ્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું ત્યાં રાગથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થઈ ગયું. આ રીતે આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે.
(૪-૪૭) (૮૩૬) જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી, પુણ્યપાપના ભાવથી દષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદજ્ઞાન છે. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે કે પુણ્ય-પાપના ભાવ બીલકુલ થાય જ નહિ એને ભેદજ્ઞાન કહેવાય. પરંતુ એમ નથી, ભાઈ ! પુણ્ય-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવાઁ કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એકતા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી.
બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની રુચિથી ખસીને ચૈતન્યસ્વભાવની રુચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-ભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે.
વળી કોઈ એમ કહે છે કે પહેલાં ક્રોધાદિથી નિવર્તે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બનેતો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું વ્રત કર્યા, તપ કર્યા, અરે! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્યાં અને આકરાં તપ કર્યો. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છઠ્ઠાલામાં આવે છે ને કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com