________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
અધ્યાત્મ વૈભવ તો અનંત શક્તિવાન એવા ધૃવ નિજ આત્મદ્રવ્યમાં દષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી ત્રિકાળી દ્રવ્યમાં દષ્ટિ કર, તેથી તારા જ્ઞાનપર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશસ્વભાવ છે.
(૧૧-૭૬) (૩૧૬) શક્તિઓના ભેદના લક્ષે સ્વાનુભવરસ પ્રગટતો નથી, અભેદ એક જ્ઞાયકના જ લક્ષ સ્વાનુભવરસ પ્રગટે છે, તે ત્યારે શક્તિઓની યથાર્થ પ્રતીતિ થાય છે. અહા ! અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં “આત્મા” –એમ કહેતાં તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. અહા ! આવા અભેદ એરૂપ ચિન્માત્ર સ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતા સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, ને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આ તો ધર્મકથા છે બાપુ! સાવધાન થઈને સમજવું.
યુક્તિ, આગમ અને અનુભવથી ભગવાન આત્મા ને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. પરંતુ જેઓ સ્વસમ્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. તેમને અનંતશક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં નહિ હોવા બરાબર જ છે, કેમકે તેમને શક્તિઓ ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી. સમજાય છે કાંઈ? “અહો! હું તો અનંત ધર્મમય એકભાવસ્વરૂપ જ્ઞાયકમાત્ર આત્મા છું' -આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલ્લસે છે, અને તેનો ભેગો એકરસ સ્વાનુભવમાં-વેદનમાં આવે છે. આનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે, અને આ મારગ છે. (૧૧-૧૩ર)
(૩૧૭) જે શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે, વ્રતાદિનું અભિમાન કરે તેને અનુભવરસ પ્રગટતો નથી. અમે વ્રત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, જીવોની દયા પાળીએ છીએ એમ મોહમદ વડે જે મતવાલા છે તેઓ અનુભવથી બહાર રહી જાય છે, બહિરાભા રહી જાય છે. પરંતુ પરના મમત્વથી ભિન્ન પડી, પોતાના એકત્વસ્વરૂપ એક જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેમને આત્માનુભવ પ્રગટ થાય છે, તેઓ ધરાઈને અનુભવ-રસ પીએ છે, આનંદરસ પીએ છે.
પશુને ખીલા સાથે બાંધે તો પછી તે ફરી શકે નહિ. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂટે બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. અહાહા..! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ સ્વયં અતીન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે, તેને સ્વાનુભવરસ પ્રગટ થાય છે. હવે તે ચાર ગતિમાં પરિભ્રમણ નહિ કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com