________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૧૦૫ અને તે અનુભવ દુઃખરૂપ છે. પણ રાગથી જુદા પડી સ્વ-આશ્રયમાં રહી સ્વાનુભવ કરવો તે ધર્મ છે અને તે આનંદરૂપ છે. ચૈતન્યની જાણન પર્યાયને રાગથી ભિન્ન કરી સ્વાભિમુખ કરતાં જે સ્વાનુભવ થયો તે ધર્મ છે અને તેને અહીં પ્રજ્ઞાછીણી કહી છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન- ચૈતન્યભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને?
ઉત્તર- પરમ પરિણામિક ભાવ છયે દ્રવ્યોમાં છે, માટે અહીં ચૈતન્યલક્ષણથી લક્ષિતા જ્ઞાયકભાવ જ લેવો. અહીં ! અનંતગુણમંડિત અને જ્ઞાયકભાવ-ચિત્માત્રભાવ જ આત્મા છે. આવા પોતાના સ્વસ્વરૂપમાં વર્તમાન પરિણતિને વાળવી-ઢાળવી તે ધર્મ છે.
(૮-૪૧૨) (૨૯૮) ભાઈ ! તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. અહા ! તેને જાણ્યા વિના અજ્ઞાનભાવે શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે બંધનું-રાગનું જ સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાનચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અહો ! એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત? વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. અહા ! આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આ રીતે જ પામે છે. સમજાણું કાંઈ?
(૮-૪૧૭) (ર૯૯) જેમ અંતરમાં વળેલી જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે રાગને આત્માથી સર્વથા જુદો કર્યો હતો તેમ તે જ જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે શુદ્ધ આત્માને અનુભવવો. (૮-૪૨૪)
(૩OO) - પ્રજ્ઞા-પ્ર એટલે વિશેષ-પ્રકૃષ્ટ જ્ઞાન. અહા! જે વર્તમાન જ્ઞાનની દશામાં દ્રવ્યનોનિત્યાનંદ ચૈતન્ય મહાપ્રભુ આત્માનો-અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. સ્વાનુભવની
સ્વસંવેદનજ્ઞાનની દશા તે પ્રજ્ઞા છે, તે રાગને છેદનારી છે માટે તેને પ્રજ્ઞાછીણી કહે છે. અહા ! પ્રજ્ઞા વડે આત્માને ચેતતાં-અનુભવતાં આત્મા રાગથી ભિન્ન પડી જાય છે. અર્થાત્ આ અનુભવાય છે તે ચેતનાલક્ષણ આત્મા હું છું અને એનાથી ભિન્ન આ રાગ છે તે બંધનું લક્ષણ છે એમ બંને ભિન્ન ભિન્ન જણાય છે. અહા! જેની સત્તામાં આ ચેતવું-જાણવું દેખવું છે તે ચેતક-ચેતનારો હું છું અને બાકીના સર્વ ભાવો પર છે એમ સ્વાભિમુખ જ્ઞાનની દશામાં આત્મા ભિન્ન અનુભવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com