________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
અધ્યાત્મ વૈભવ રાગની દશાની દિશા પર તરફ છે અને પ્રજ્ઞા એટલે જ્ઞાનની દિશા સ્વ તરફ છે. દશાઅવસ્થા બેય છે, પણ બેયની દિશા-ભિન્ન છે, એકની પર ભણી અને બીજાની સ્વ ભણી. રાગ પરલક્ષી છે, ને જ્ઞાન-પ્રજ્ઞા સ્વલક્ષી
(૮-૪૩૪) (૩(૧) સત્ ચિત્ જે આત્મા તે વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્યભાવ તે સ્વભાવ; એની સન્મુખ થઈ વર્તમાનમાં આ ચૈતન્યમાત્ર ભાવ તે હું-એમ અનુભવવો એનું નામ આત્માનું
ગ્રહણ કરવું” છે. ચિત્ એ દ્રવ્ય-સ્વભાવ, ચેતના એ ગુણસ્વભાવ અને અનુભવ કરવો તે પર્યાયસ્વભાવ-એમ દ્રવ્ય ગુણ-પર્યાય ત્રણે આવી ગયાં. અહા ! જેને ધર્મ કરવો છે અર્થાત્ સુખી થવું છે તેણે નિમિત્ત, રાગ ને ભેદની દષ્ટિ દૂર કરીને, એ સર્વથી વિમુખ થઈ અભેદ એક ચૈતન્યમાત્ર આત્મામાં જ દષ્ટિ એકાગ્ર કરવી જોઈએ.
(૮-૪૪૯) (૩૦) અહાહા..! આત્મા આનંદનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી ભરચક (પૂર્ણ) ભરેલો છે. એના અનુભવની વાત બહાર વાણીમાં કેટલી આવી શકે ? માત્ર ઈશારા કરી શકાય. જેમ ગુગો ગોળ ખાય પણ સ્વાદ કેવો છે તે કહી શકે નહિ, તેમ એના આનંદનો સ્વાદ કહી શકાય એમ નથી. માટે હું ભાઈ ! સર્વ વિકલ્પનું લક્ષ છોડીને સ્વરૂપમાં અંતર્દષ્ટિ કર. બસ આ જ કરવા યોગ્ય છે; બાકી બધાં થોથેથોથાં છે.
(૮-૫૦૭) (૩૦૩) અહા ! પુણ્યભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. હેતુ તો પુણ્યને પણ છોડી અંદર પરમ પવિત્ર પ્રભુ આત્મા છે તેનો અનુભવ કરાવવાનો છે, કેમકે આત્માનુભવથી જ નિરપણાપણું છે, કલ્યાણ છે. બાપુ! આ (-સ્વાનુભવ) વિના જેમ ઘાણીમાં તલ પીલાય છે તેમ ચારગતિના દુઃખમાં તું પીલાઈ જઈશ. ચારે ગતિ દુઃખરૂપ છે. ચૈતન્યલક્ષ્મીના ભાન વિના ક્યાં જાય ત્યાં દુઃખ જ છે. અહા ! નિજ સ્વરૂપલક્ષ્મીની જેને ખબર નથી. અને ધૂળનો (પુણ્યકર્મનો) જેને પ્રેમ છે એવા મોટા અબજોપતિઓ રાજાઓ અને દેવતાઓ પણ દુઃખી જ દુ:ખી છે.
(૮-૫૦૮). (૩૦૪) જેનું અચળ પવિત્ર તેજ નિજરસના-ચિદાનંદરસના વિસ્તારથી ભરપુર છે એવો આ જ્ઞાનકુંજ પ્રભુ આત્મા પ્રગટ થાય છે અર્થાત્ સ્વસંવેદનમાં જણાય છે. બાપુ! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે; સ્વાનુભવગમ્ય જ એનો સ્વભાવ છે.
અહા ! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભરાગના ભાવથી જણાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com