________________
બંધ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૭
વળી જ્યાં એમ આવે કે બે કારણોથી કાર્ય થાય છે–૧. ઉપાદાનકારણ અને ૨. સહકા૨ીકારણ. ત્યાં એનો અર્થ એ છે કે સહકારી (નિમિત્તપણે ) એક ચીજ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે અને કર્મનો બંધ પણ સ્વતઃ (રજકણોની) પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે અને જે કર્મ બંધાયાં તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કાર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે વિકાર થયો એમ પણ નથી. સર્વત્ર યોગ્યતા જ કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિત્ત એ વાસ્તવિક કારણ નથી, ઉપચારથી કારણ કહેવાય છે. (૪-૨૨)
(૮૬૫ )
આવો વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે તેથી શુદ્ધ ચૈતન્યથી અનન્યએકરૂપ સ્વભાવવાળો છે; જ્યારે રાગાદિ વિકાર પોતે પોતાને અને ૫૨ને નહિ જાણતા એવા જડ, અચેતન હોવાથી ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે. આ પ્રમાણે ભેદજ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષેમરિણમતાં જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ, જ્ઞાનમાત્રભાવે પરિણમવું એ જ બંધન અટકાવવાનો એકમાત્ર ઉપાય છે.
પ્રશ્નઃ- - આમાં પચ્ચકખાણ તો આવ્યું નહિ? તો પછી બંધન કેમ અટકે?
ઉત્ત૨:- - અરે ભાઈ! તને પચ્ચકખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. સમ્યક્ત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પ બંધ થાય તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે.
(૪-૩૭)
(૮૬૬ )
આનંદકંદ નિજસ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ, વંદના, સ્મરણ તથા પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દષ્ટિ ચૈતન્યસ્વભાવ ઉપર સ્થિર ચોટી છે. પણ પૂર્ણદશા ન પ્રગટે ત્યાં સુધી અસ્થાનના રાગથી બચવા તેમને શુભરાગ આવે છે પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ તે જાણે છે. જો કોઈ તેને બંધનું કારણ ન માનતાં મોક્ષનું કારણ માને તો તે મિથ્યાશ્રદ્ધાન છે, અજ્ઞાન છે.
(૫-૧૫૯ )
(૮૬૭ )
નવાં કર્મ જે બંધાય તે દશા તો જડકર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com