________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
સમાધાનઃ-- ત્રિકાળી આત્મા, કારણપરમાત્મા, કારણભગવાન, સ્વભાવભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ એ બધું એકાર્યવાચક છે. એ કારણ તો કાર્ય આપે જ, પણ કોને? કે જેણે કારણપરમાત્માને માન્યો તેને. કારણ-વસ્તુ તો છે જ, ચૈતન્યના તેજથી ભરપૂર અને અનંત અનંત શક્તિઓના સામર્થ્યથી પરિપૂર્ણ ભરેલો ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા પ્રકાશમાન તો છે જ, પણ કોને? કે જેને જ્ઞાનની પર્યાયમાં જણાયો તેને પર્યાય જ્ઞાયકમાં ભળ્યા વિના, પર્યાય પર્યાયપણે રહીને જ્ઞાયકની પ્રતીતિ કરે છે.
(૧–૧૭૫ ) (૧૩) ભગવાન આત્માનું કોઈ અદ્દભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાન્તિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મશક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળદશા પ્રગટ થાય એવા સાધનગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાનશક્તિથી પૂર્ણ છે, ઇત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે.
(૧-૧૮૨)
(૧૪)
જેમ કાશીઘાટનો લોટો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો લોટા જેવો પાણીનો આકાર દેખાય છે, છતાં લોટાના અને પાણીના પોતપોતાના આકારો તદ્દન ભિન્ન છે. તેમ ચિદાનંદજ્યોતિ, જ્ઞાનજળ ભગવાન આત્મા, જ્ઞાન જેનો આકાર છે એવો આત્મા દેહદેવળમાં રહેલો છે. તે દેહાકાર હોવા છતાં દેહના આકારથી તદ્દન જુદો છે. શરીર તો પુદગલાકાર છે, ભગવાન આત્મા ચૈતન્ય-આકાર છે. બંને જુદ-જુદો છે.
(૧-૧૮૨ ) (૧૫) આત્માની એકે-એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એકસ્વરૂપ છે. તે નવતત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, વૈષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય છતાં જ્ઞાનક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. જેમ અગ્નિ લાકડું, છાણું ઇત્યાદિ આકારે ભેદપણે પરિણામેલો દેખાય છતાં અગ્નિ પોતાનું અગ્નિપણુંઉષ્ણપણું છોડતો નથી, તે ઉષ્ણપણે જ કાયમ રહે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com