________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ છે. તેમ ભગવાન આત્મા નવતત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે.
(૧-૧૮૩) (૧૬) ભાઈ ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તેં જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. સાકર અને સેકીન બન્નેમાં મીઠાશ છે. પણ સાકરના બહુ મોટા ગાંગડા કરતાં પણ બહુ અલ્પ પ્રમાણ સેકેરીનમાં અનેકગણી મીઠાશ છે. તેથી વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા શરીરપ્રમાણ (શરીરપણે નહીં) હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્યસ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કર્યું છે.
(૧-૧૮૩) (૧૭) બાપૂન' આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમરત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે.
ત્રણ લોકમાં ( સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગુણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણ કાળના સમયો છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે. એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણશક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે.
વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ–અંતરહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. “છે” એની આદિ શું? “છે' એનો અંત શું? “છે” એમાં અપૂર્ણતા શું? “છે” એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે.
(૧-૧૨૬) (૧૮) નિશ્ચયથી આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા અબદ્ધસ્પષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે. તથા અસ્પષ્ટ કહેતાં જે વિસ્મસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે, તેના સ્પર્શથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નરકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com