________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસવ
૩૧૫
(૮૫૮) -શુભાશુભ ભાવ જડ છે, અશુચિ છે. પંચમહાવ્રતના પરિણામ રાગ છે. આસ્રવ છે અને તેથી તેઓ મેલપણે અનુભવાય છે. પરના લક્ષે ઉત્પન્ન થતી કોઈ પણ વૃત્તિ રાગ છે. કોઈ એને ધર્મ માને તો તે એની ભૂલ છે. વળી તે જડ છે માટે તેની સાથે એકત્વબુદ્ધિ કરનાર, એનાથી લાભ માનનાર પણ જડ છે. અહીં આચાર્ય દેવ કહે છે કે આત્મા અને વિકારની એકપણાની માન્યતા મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનનું કારણ છે, અને એ અધ્યવસાન રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે. (૬-૪૨૭).
(૮૫૯) અહા ! આસ્રવનું યથાર્થ જ્ઞાન પણ કોને થાય? શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ સ્વરૂપના આશ્રયે જે આત્મજ્ઞાન થાય છે તે જ્ઞાનમાં આસ્રવ ભિન્ન છે એમ યથાર્થ જણાય છે. તેથી જેને સમ્યગ્દર્શન-શાન થયું છે તેને આસ્રવનું યથાર્થ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાયકના આશ્રયે ભગવાન જ્ઞાયકનું અસ્તિપણે જ્ઞાન થતાં આસ્રવ મારો નથી એમ નાસ્તિપણે આસ્રવનું જ્ઞાન સ્થાપિત થઈ જાય છે, કારણ કે આત્માનો એવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. (૬-૪૪૦)
(૮૬૦) તાત્પર્ય એટલે સાર એમ જાણવો કે જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણે અને એનું દઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય-પાપના જે ભાવ થાય તે કર્મચેતના છે. શું કીધું? શુભભાવ હો કે અશુભભાવ હો-બંનેય રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મચેતના છે. કર્મચેતના એટલે જડકર્મની આ વાત નથી. કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગનું વિકારનું કરવાપણું-તે કર્મચેતના છે; તે આત્માની જ્ઞાનચેતના નથી, ભાઈ ! દયા, દાન, પૂજા, ભક્તિના શુભભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ તે બંને કર્મચેતના છે.
રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મફળચેતના છે. કર્મચનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ, હરખ, શોકનું વેદવું જે થાય તે કર્મફળચેતના છે. કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી.
આ કર્મચેતના ને કર્મફળચેતના-બંને આસ્રવ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદસ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુખનું વેદન છે ભાઈ ! બંને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે.
(૧૦-૬૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com