________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૪
અધ્યાત્મ વૈભવ અહીં તો કહે છે કે આત્મામાં રહે-ટકે તો ધર્મ થાય. ભગવાન શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિમાં રહે તો ધર્મ થાય.
(૨-૮) (૧૧૮૬) અહાહા! જૈનના મુનિ તો અંદરમાં વિકલ્પની લાગણી વિનાના અને બહારમાં કપડાં વિનાના નગ્ન હોય છે. કપડાં રાખીને જે મુનિપણું માને, મનાવે છે તે મિથ્યાષ્ટિઅજ્ઞાની નિગોદગામી . ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે એક વસ્ત્રનો ધાગો પણ રાખીને જે મુનિપણું માને, મનાવે અને એવી માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી . મિથ્યા માન્યતાના ફળમાં એક બે ભવે એ નિગોદ જશે. એવી વાત આકરી પડે, પણ બાપુ! આ તો મોટી ભૂલ છે, એમાં નવ તત્ત્વની ભૂલ છે. વસ્ત્રનો વિકલ્પ એ તો તીવ્ર આસ્રવભાવ છે. તેને બદલે ત્યાં મુનિપણું-સંવર, નિર્જરા માનવાં એ બધાં તત્ત્વની ભૂલ છે. મૂળમાં ભૂલ છે, ભાઈ ! પ્રવચનસારમાં આવે છે કે મુનિનું જન્મ્યા પ્રમાણે રૂપ ભગવાન ત્રિલોકનાથે ભાળ્યું છે. ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંતદેવે આવો ધોધ માર્ગ કહ્યો છે. જે શાસ્ત્રમાં વસ્ત્રસહિત મુનિપણું કહ્યું હોય તે શાસ્ત્ર સાચાં નથી અને એ સાધુ પણ સાચા નથી. (૨-૧૬૬)
(૧૧૮૭) શ્રીગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે, એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ અહીં ભેદજ્ઞાન કરાવે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ (ધર્મ) થાય એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહિ પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવદશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. આવા સાચા ગુરુ પરભાવને હેય કરી બતાવે છે કે ભાઈ ! જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપતત્ત્વ છે, પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ, રાગને પોતાથી એક કરી-માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદજ્ઞાન કરાવે છે.
જેમને ચૈતન્યસ્વભાવના આશ્રયે વીતરાગી પરિણતિ થઈ છે તે શ્રીગુરુ ધર્માત્મા છે. તે મોક્ષમાર્ગને પામેલા છે. તેઓ પરભાવોને હેય કરીને, અજ્ઞાનીને રાગ અને ત્રિકાળસ્વભાવની ભિન્નતાનો વિવેક કરાવે છે. જેમ ફોતરાં અને કસ બન્ને જુદી ચીજ છે, તેમ ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ આત્મા કસ છે અને જે રાગના વિકલ્પો ઊઠે છે તે ફોતરાં છે. એ બને ભિન્નભિન્ન છે. જ્યારે સૂપડાંમાં કસ અને ફોતરા જલદી છૂટાં ન પડે ત્યારે જેમ ધબ્બો મારીને છૂટાં પાડે છે તેમ અહીં શ્રીગુરુ ધબ્બો મારીને જે બન્નેને એકાકાર માને છે તેને ભેદજ્ઞાન કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે.
(૨–૧૭૬ ) (૧૧૮૮) અહાહા ! આમાં તો શ્રીગુરુ-જૈનના ગુરુ-દિગંબર સંત-નિગ્રંથ ગુરુ કેવો ઉપદેશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com