________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬
અધ્યાત્મ વૈભવ (છઠ્ઠા અધિકારમાં) દષ્ટાંત આપ્યું છે કે-ચોમાસામાં કોઈ ચારણ ઋદ્ધિધારી મુનિવર નગરમાં આવ્યા તો શ્રાવકોને શંકા થઈ કે આટલામાં કોઈ મુનિ તો હુતા નહિ તો ક્યાંથી આવ્યા? તેથી તેમણે આહાર ન આપ્યો. (જોકે મુનિરાજ તો ઋદ્ધિને કારણે અધ્ધર રહીને આવ્યા હતા). લ્યો, આવું! તો પ્રત્યક્ષ ભ્રષ્ટ શિથિલાચારી હોય તેને સમકિતી વંદન આદિ ન કરે એવો મારગ છે. મારગ બહુ આકરો બાપા !
(૭-૪૨૫) (૧૨૨૩) આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે?
સમાધાન- અરે ભાઈ ! ગુરુ તો અંદર આત્મા પોતે છે. અહાહા...ચૈતન્ય મહાપ્રભુ આત્મા અંદર પોતાનો ગુરુ પરમાત્મા સ્વરૂપ વિરાજે છે, અને તેને પોતે દષ્ટિમાં લે ત્યારે તેણે ગુરુ ધાર્યા છે. સ્વરૂપમાં દષ્ટિ દીધા વિના “ગુરુ ધાર્યા છે' એ ક્યાંથી આવ્યું? ભાઈ ! માસ્ટર-કી (mster Key) છે. એને (માસ્ટરકીને) લગાડ્યા વિના બધું રણમાં પોક મૂકવા જેવું છે. સમજાણું કાંઈ...?
(૭-૪૬ર) (૧૨૨૪) કોઈ લોકો કહે છે-એ (–શ્રી કાનજીસ્વામી) શ્વેતાંબર માન્યતાવાળા છે. એમ કે પોતે લુંગડાં પહેરે છે ને સાધુ નથી છતાં-સાધુ ગુરુ મનાવે છે. પોતે વસ્ત્ર પહેરે છે અને વસ્ત્રરહિતને ગુરુ માનતા નથી.
પણ અમે સાધુ અર્થાત્ નિગ્રંથગુરુ ક્યાં છીએ ભાઈ ? અમારી તો ગૃહસ્થદશા છે. નિગ્રંથગુરુની, મુનિવરની તો અદભુત અલૌકિક અંતરદશા હોય છે. બહારમાં વસ્ત્રથી નર ને અંતરમાં રાગથી નગ્ન જેમની પરિણતિ થઈ છે એવી અદભુત દશા મુનિરાજની હોય છે. પરનું ભલું બુરું કરવાની બુદ્ધિ જેમને નાશ પામી છે અને જેમની જ્ઞાતા-દષ્ટાસ્વભાવની પરિણતિ પરિણતિ પ્રચુર આનંદરસથી ઉભરાઈ છે એવા ઉપશમરસમાં તરબોળ મુનિવરો હોય છે. અહા ! મોહગ્રંથિનો જેમણે નાશ કર્યો છે. એવા નિગ્રંથ ગુરુ-સાધુ જમ્યા પ્રમાણે રૂપના ધરનારા (યથાજાતરૂપધર) હોય છે. અહો ! ધન્ય તે મુનિદશા !
(૮–૧૮૩) (૧૨૨૫) અહાહા..! સ્વપરને જાણવામાત્ર જ પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ ન કરતાં જાણવામાં આવતા આ દેવ મારા, આ ગુરુ મારા, આ મંદિર મારું-એમ પારદ્રવ્યના અધ્યવસાય વડે પોતાને પરરૂપ કરે છે તેનું મોહ જ એક મૂળ છે એમ કહે છે. જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ આ પરદ્રવ્યના અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે; અને તે અધ્યવસાય જેમને નથી તે અંતરંગમાં ચારિત્રના ધરનારા મુનિવરો છે.
“વારિતં તુ ધો' ચારિત્ર છે તે ધર્મ છે, સાક્ષાત્ મોક્ષનું કારણ છે એમ ભગવાને કહ્યું છે અને આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. સામૂનોખ્ખો' એમ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com