________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७४
અધ્યાત્મ વૈભવ ધર્મ-ધ્યાન કહ્યું છે. અહીં આ શબ્દ જરી અટપટો (નામથી) વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વાપર્યો છે. નિયમસારમાં આવે છે કે-નિશ્ચય ધર્મધ્યાન ને વ્યવહાર ધર્મધ્યાન બંને ભિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે ને (કર્મ આદિ) પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં આ મોટો ગોટો ઊડ્યો છે. -કે શુભભાવથી ધર્મ થાય. પણ ભાઈ ! શુભભાવ એ નિશ્ચયથી તો આર્તધ્યાન છે, એ ધર્મધ્યાન કેવું? જુઓને! અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે- “વિશુદ્ધ ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે...' અહાહા...! શુભભાવથી ધર્મ માનનારા, અહા! શુભભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કહે છે. ' અરે ભાઈ ! જેઓ શુભભાવમાં ગળા સુધી ગરી-ડૂબી ગયા છે એવા જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ગોળો ચૈતન્યમહાપ્રભુ પોતે છે એની ખબર સુધ્ધાં નથી. અંધ બુદ્ધિ છે ને? અહા ! શુભભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મદ્રવ્ય છું—એ ભાસતું નથી. શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. આવે છે ને કે
તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ.” એમ શુભભાવની આડમાં પોતાના ભગવાનને એ ભાળતો નથી. (૮-૩૯૦).
(૧૩૪૦) એક વાર એક ભાઈ એમ કહેતા હતા કે તમે જે અરિહંતનું અને સિદ્ધનું ધ્યાન ધરો છો તે જૂઠું છે કેમકે અરિહંત અને સિદ્ધ અહીં છે નહિ. ' અરે ભાઈ ! તું સાંભળ તો ખરો પ્રભુ! જે અહંતદશા અને સિદ્ધદશા પ્રગટ થવાની છે તે અંદરમાં શક્તિપણે પડી છે. તેનું જે ધ્યાન કરે છે તે અહંતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કીધું? કેવળીને જે કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે અંદર શક્તિમાં છે. તેથી તો કહ્યું કે “સિદ્ધ સમાન સદા પદ મેરો.' બાપુ! ભગવાન આત્મા, જેને પૂરણ નીર્મળ વીતરાગી દશા પ્રગટ થાય એવો અંદર વીતરાગી અનંત શક્તિનો-સ્વભાવનો પિંડ છે. ભાઈ ! આ પરમ સત્યની પ્રસિદ્ધિ છે.
(૯-૧૦૭) (૧૩૪૧). અહાહા....! નિજદેહમાં ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ( ભિન્ન) વિરાજે છે. તેને ધ્યાન વિનાના પુરુષો જોઈ શક્તા નથી; જેમ સૂર્ય સદા વિદ્યમાન છે તેને જાતિઅંધ છે તેઓ જોઈ શક્તા નથી તેમ ભગવાન આત્માનું લક્ષ જેમને નથી તેઓ તેને જોઈ શક્તા નથી.
ઘુવડને કોઈએ પૂછ્યું “એલા ! સૂર્ય છે કે નહિ?” ત્યારે તે કહે “જેને કોઈ દિ' નજરે ભાળ્યો નથી તે છે એમ કેમ કહું?” લ્યો, આવો મહા પ્રતાપર્વત ઉજ્જવળ પ્રકાશનો ગોળો સૂર્ય છે તે ઘુવડને દેખાતો નથી. જાતિઅંધ છે ને! તેમ આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ સદાય અંદર બિરાજે છે, પરંતુ એની દષ્ટિ (સમ્યગ્દર્શન ) વિના, એના ધ્યાન વિના તે દેખાતો નથી. જેમ જાતિઅંધને સૂર્ય દેખાય નહિ તેમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com