Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 484
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૨ અધ્યાત્મ વૈભવ (૧૩૩ર) ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક, –જે ધ્રુવ છે તે. આમ અનંત કેવળીઓએ કહ્યું છે. તેના વાચક ગ્રંથના શબ્દો છે. છે ને? શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યકદર્શનનો વિષય છે. સમ્યકદર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે, તેનો વિષય નિશ્ચય છે. શું કહ્યું? પર્યાય છે એ વ્યવહાર છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ચિવિલાસમાં આવે છે ને, કે “નિત્યને અનિત્ય જાણે છે.' એટલે કે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે થતાં નિશ્ચયનયનો વિષય ન રહ્યો, વ્યવહારનયનો વિષય થઈ ગયો. ખરેખર વ્યવહારનો (પર્યાયનો) વિષય નિશ્ચય (દ્રવ્ય) જોઈએ. પર્યાય છે એ વ્યવહાર છે, ભેદ છે. એનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. (૧-૪૦) (૧૩૩૩) શુદ્ધનયથી આત્મા જ્ઞાયક છે. એટલે આત્મા જે એક ચૈતન્ય-ચૈતન્ય સામાન્ય એકરૂપ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. તેમાં ચૌદેય ગુણસ્થાનોના ભેદો નથી, દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન, વિકારી પર્યાયો તો નથી પણ સંવર, નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. (૧-૧૦૬ ) (૧૩૩૪). અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્ત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્ય ચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધનય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદના થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્ય ચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા...! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્મા-આનંદકંદ ચૈતન્યચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નવિકલ્પો ઉત્પન્ન થતા નથી. (૧-૨૦૯) (૧૩૩૫) વિકલ્પના વિષયરહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે તેનો વિષય અખંડ આત્મવસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મવસ્તુ છે. એક અખંડ શુદ્ધ ચિત્માત્ર સિવાય બધુંય પરમાં-છ દ્રવ્યમાં સમાઈ જાય છે. (૩-૭૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492