Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 492
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 480 અધ્યાત્મ વૈભવ (૧૩પ૬) ધર્મીપુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધોપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતાં આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે. પ્રશ્ન- મતિ-શ્રુતજ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં “ધે પરોક્ષમ' આરંભના બે અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે? ઉત્તર:- તત્ત્વાર્થસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યાંછે, પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વ્યવહારમાં જેમ કહે છે ને કે આ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદનશાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુતપર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે. (11-75 ) (1357) પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. ઉપર ઉપરથી કોઈ ધારણા કરી લે એવી આ ચીજ નથી બાપુ! અહાહા..! ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે. તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ-રમણતાની દશા છે. રાત્રે પ્રશ્ન થયેલો કે -જ્ઞાતા, જ્ઞાન અને શય શું છે? ઉત્તર:- જ્ઞાતા-જ્ઞાન-ય ત્રણે આત્મા છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞાન પણ આત્મા, ને શય પણ આત્મા જ છે. આવી ધ્યાન-દશા છે. કળશ ટીકામાં લીધું છે કે-જ્ઞય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. ભગવાન આત્મા જ્ઞાતૃ દ્રવ્ય છે, તેની ય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બંનેનું પરિણમન ભેગું જ છે. આમ જ્ઞાન-જ્ઞાતા-ય અને ધ્યાનધ્યાતા-ધ્યેય બધું આત્મા જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! ભગવાન આત્મા અનંતગુણનિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાનએવો જેમાં ભેદ નથી એવી અભેદ દૃષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. તેમાં હું આવો છું એવા વિકલ્પનો પણ અભાવ છે. અહીં! આવી સ્વસ્વરૂપની નિશ્ચલ ધ્યાન-દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છે; અને એ ધ્યાનમાં જ વ્યવહાર મોક્ષમાર્ગ પણ સાથે-સહુચર હોય છે. બાકી જે રાગ સહચર રહ્યો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. (11-139 ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 490 491 492