________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૬૯
જો તો ખરો ! નરકમાં આહારનો એક કણ ન મળે, પાણીનું એક બુંદ ન મળે, જન્મથી જ સોળ-સોળ રોગ હોય તો પણ કોઈ નારકી જીવ અંતર-આલંબનમાં ઊતરી જઈને સમકિત (ધર્મ) પ્રગટ કરી લે છે. માટે પરથી થાય એ જવા દે, ને સ્વમાં સાવધાન થઈ જા.
(૧૦-૩૯૨) (૧૩ર૬) પ્રશ્ન:- પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરોને? આ બધું શું માંડ્યું છે?
ઉત્તર- આ ધર્મની (વાત) તો માંડી છે ભાઈ ! ધર્મ કરનારો, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (પર્યાય) અને એના ભાવ-સ્વભાવ ઇત્યાદિનું શું સ્વરૂપ છે એ તો નક્કી કરીશ કે નહિ? એમ ને એમ ધર્મ ક્યાં થશે ભાઈ ? કોના આશ્રયે ધર્મ થાય એ જાણ્યા વિના કેમ પ્રગટ કરીશ? આ દયા-દાન ને ભક્તિ-પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ તો બધો વિકલ્પ-રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન ત્રણ કાળમાં થતું નથી.
ધર્મના સ્વરૂપની ભાઈ! તને ખબર નથી. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ રત્નત્રય જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહીએ તે ધર્મ છે, અષ્ટપાહુડમાં તેને “અક્ષય અમેય' કહ્યો છે. અહા ! શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ન થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. અહા ! એકરૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું તેને
અક્ષય અમેય” કહી, કેમકે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ જ્ઞાયકનું જેમાં શ્રદ્ધાન થયું તે પર્યાય પણ “અક્ષય અમેય” છે, કેમકે અનંતને શ્રદ્ધવાની (નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને) શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે. તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય “અક્ષય અમેય' છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્ત્વનો, શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે તેથી તે પર્યાયોને પણ “અક્ષય અમેય” કહી છે. આમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. અહાહા...! જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અક્ષય અમેય છે તેમ તેના આશ્રયે પ્રગટ થયેલી (નિર્મળ) પર્યાયો અક્ષય અમેય છે. લ્યો, આવો (અલૌકિક) ધર્મ! અરે! લોકોને રાગથી ધર્મ મનાવવો છે! પણ રાગને તો પરનો આશ્રય છે, ને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય?
(૧૦-૪૧૦) (૧૩૨૭) ત્યારે કેટલાક વળી કહે છે-આપણે તો આખા વિશ્વ ઉપર પ્રેમ કરવો જોઈએ. વિશ્વપ્રેમ તે ધર્મ છે.
' અરે ભાઈ ! વિશ્વપ્રેમ એ ચીજ શું છે? સર્વ વિશ્વનું જ્ઞાન કરી, નિજ ચૈતન્ય વસ્તુમાં એક્તા સ્થાપિત કરવી એનું નામ પ્રેમ છે. આ પ્રેમ એટલે વીતરાગતા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com