________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૮
અધ્યાત્મ વૈભવ કરુણા લાવી કહે છે–જાગ નાથ! એક વાર જાગ; અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે એકનું જ આલંબન લે, નિમિત્તના-દેવ-ગુરુ-શાસ્ત્રના રાગના આલંબનમાં મત જા, કેમકે ૫૨ના ને રાગના અવલંબને ધર્મ નહિ થાય, પણ એક ધ્રુવ જ્ઞાનસ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. અરે ! વિશેષ શું કહીએ? આ નિર્મળ પર્યાય જે પ્રગટી તે પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહિ થાય. બસ, એક ધ્રુવને ધ્યાતાં જ ધર્મ થાય છે.
અહા ! આ ૐૐ ધ્વનિનો પોકાર છેઃ પ્રભુ! તું એક વાર તારા ત્રિકાળી આનંદના નાથનું અવલંબન લે. પૂજા–વ્રત-આદિ વ્યવહારનું આલંબન તને શરણરૂપ નહિ થાય, કેમકે તે બંધનું કારણ છે. અહા! જેમ પાતાળમાં સદાય પાણી ભર્યા છે તેમ તારા ધ્રુવના પાતાળમાં અનંતઅનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તે પાતાળમાં પ્રવેશતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદના ધોધ ઊછળશે. તું ન્યાલ થઈ જઈશ પ્રભુ! અંદર ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ-જૈનધર્મ પ્રગટશે. એક ધ્રુવના અવલંબને જ ધર્મ થાય છે આવો સમ્યક્ એકાન્તવાદ છે; એક ધ્રુવના આશ્રયે ( ધર્મ ) થાય અને વ્યવહારથી ન થાય એનું નામ સમ્યક્ અનેકાન્ત છે. ભાઈ ! પર્યાયમાં ૫૨મેશ્વ૨પદ પ્રગટે ક્યાંથી? અંદર પરમેશ્વ૨પદ પડયું છે તેને એકને જ અચળપણે અવલંબતાં પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટ થાય છે. આવી સા૨-સા૨ વાત છે. (૧૦–૨૫૭)
(૧૩૨૪)
ભાઈ ! પોતાનો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહિ. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય એને અંતરંગમાં સર્વજ્ઞ-સર્વદર્શી નિજ સ્વભાવ એની દ્દષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે. અંતર્દષ્ટિ થવી તે પ્રથમ ધર્મ છે. પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, કરવા જેવો માને, કરતાં કરતાં ધર્મ થશે એમ હિતરૂપ માને ત્યાં સુધી નિજ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ અંતઃતત્ત્વની દૃષ્ટિ થતી નથી, અને એના વિના બધું થોથેથોથાં જ છે. ( ૧૦–૩૬૬ )
(૧૩૨૫ ) પ્રશ્ન:- પણ આ પેટમાં ભૂખ લાગી હોય ને ધર્મ કેમ થાય?
ઉત્ત૨:- હમણાં ભૂખ્યા પેટે ધર્મ ન થાય એમ કહો છો, ને આહાર-પાણી પેટમાં પડયા પછી કહેશો કે તે પચે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય, અને પછી કહેશો કે દિશા (સંડાસ ) ઊતરે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય ને પછી પાછું પેટ તો ભૂખ્યું ને ભૂખ્યું. તો પછી ધર્મ ક્યારે થાય? ભાઈ ! તું માને છો એમ નથી બાપુ! ધર્મ તો તારો પોતાનો સ્વ-ભાવ છે અને તે અંતર-આલંબનના પુરુષાર્થ વડે પોતાના સ્વકાળે પ્રગટ થાય છે; મતલબ કે આહારપાણી ઇત્યાદિ પરના કારણે થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com