Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 479
________________ ધર્મ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૭ પોતાનો શીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતરમણતાં કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે. અહાહા....! પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે. સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ ઈચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. ભાઈ! આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ થતો હોય છે, તેને સહકારી જાણી ઉપચારથી એને ધર્મ કહીએ છીએ; પરંતુ એવો રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે એવું ધર્મનું સત્યાર્થ સ્વસ્વરૂપ નથી. સમજાણું કાંઈ... ? (૯-૩૨૯ ) (૧૩૨૧ ) કર્મને લઈને વિકાર થાય તે શુભભાવથી ધર્મ થાય-એમ બે મહા શલ્ય એને અંદર રહ્યાં છે. પરંતુ પરથી વિકાર નહિ, ને શુભરાગથી ધર્મ નહિ–એમ નિર્ણય કરીને પરથી ને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દૃષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે! લોકોને ધર્મ શું ચીજ છે ને કેમ થાય એની ખબર નથી. ( ૧૦–૭) (૧૩૨૨ ) અરે! ૫૨ પ્રત્યેના રાગની રુચિના કારણે તે અનંતકાળથી રઝળ્યો છે, રાગની ચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયકભાવ પોતે છે તેની રુચિ થતી નથી, અહાહા...! અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયકસ્વભાવમય પોતે છે; તેની દૃષ્ટિ અને રુચિ ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ, પર્યાયબુદ્ધિ મટે ત્યારે, પર્યાયબુદ્ધિ એ મિથ્યા એકાન્તબુદ્ધિ છે, અને તે એક જ્ઞાયકભાવનો મહિમા લાવી તેનો આશ્રય કરવાથી મટે છે અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક્ એકાન્ત છે. સમજાણું કાંઈ... ? આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફૂદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા! વીતરાગસ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી. (૧૦–૨૩૭) (૧૩૨૩) અજ્ઞાની જીવે અનંતકાળમાં એક સમય પણ દુ:ખનો ખાટલો ખાલી કર્યો નથી, અનાદિથી રાગરૂપી રોગના ખાટલે પડયો પારાવાર દુ:ખ ભોગવે છે. સંતો અહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492