Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 478
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬ અધ્યાત્મ વૈભવ નિજપરિણતિને અંદર બોળી–બોળીને ધર્મામૃતને પીએ છે. આ સિવાય બીજી બધી વાત તો થોથાં છે. (૮-પર૫) (૧૩૧૮) અહાહા...! આત્મા સ્વયંજ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્યપ્રકાશનું પૂર છે. “ચૈતન્ય-અમૃત પૂર-પૂર્ણ-મહિમા' એમ કહ્યું છે ને? અહા! આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે. અહા ! આવો પોતે છે એમ અજ્ઞાનીને કેમ બેસે? પરંતુ ભાઈ ! પરમાત્માને પરમ અમૃતદશા-કેવળજ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? શું બહારથી આવી? ના; અંદર પોતાની ચીજ જ એવી છે તેમાં એકાગ્ર થતાં દશાવાનની દશા આવી છે. અહા ! સંતો કહે છે-ભગવાન! તું એવો છો, સદા અંદર ભગવાન સ્વરૂપ જ છો. અહા ! આવા પોતાના સ્વરૂપમાં લીન થતાં દરિયામાં ભરતી આવે તેમ, એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઊછળે છે. આનંદની ભરતી આવે છે. લ્યો, આને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ...? (૮-પ૨૭) (૧૩૧૯) હા, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય. આવે છે ને કે “વત્વે તાધિયે' ? એ તો બધાં નિમિત્તનાં કથન છે ભાઈ ! અરે! પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય-ગુણપર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે તો પછી ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણપ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથીય શુભરાગ જ ઊઠે. અરે ભાઈ ! ધર્માત્માનેય જે વ્યવહારરત્નત્રય છે એય શુભરાગ જ છે, ધર્મ નથી. (એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે). અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય-સામાન્ય-સામાન્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં અભેદદષ્ટિ કરતાં એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે; અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દષ્ટિ રાખતાં તો રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહિ. (૯-૨૨૭) (૧૩૨૦) ચાર પ્રકારે ધર્મ કહ્યો છે ને! દાન, શીલ, તપ, બ્રહ્મચર્ય-એમ ચાર પ્રકાર ધર્મના કહ્યા છે ને ? હા, કહ્યા છે, પણ તે આ પ્રમાણે હોં; – પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492