________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૪
અધ્યાત્મ વૈભવ આશ્રય લીધા વિના બીજો કોઈ આરો નથી; સ્વાશ્રય વિના ત્રણકાળમાં ક્યાંય ધર્મ થાય એમ નથી. સમજાણું કાંઈ..?
(૮-૧૯૮) (૧૩૦૯) અહાહા...! કહે છે-જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (ધર્મી પુરુષો, મુનિવરો) જાણતા થકા, દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા સ્વરૂપમાં સ્થિર થાય છે. જુઓ, આ મોક્ષમાર્ગ અને આ ધર્મ! બાકી લુગડાં કાઢી નાખ્યાં, બાયડી છોડી દીધી ને શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું એટલે માને કે થઈ ગયો ધર્મ, તો એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને. આ શરીરથી બ્રહ્મચર્ય પાળે એ કાંઈ ધર્મ નથી. અંદર બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજી રહ્યો છે તેમાં લીન થવું, તેમાં જ ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાપુ! બ્રહ્મચર્ય એ તો આત્માની રાગરહિત નિર્મળ વિતરાગી ક્રિયા છે અને એને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...?
(૮-૧૯૮) (૧૩૧૦) પરાશ્રિત રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થાય પણ ભાઈ ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો એક વીતરાગભાવ જ છે અને તે સ્વ-આશ્રયે જ પ્રગટ થાય છે. (૮-૨૨૨)
(૧૩૧૧) જુઓ, શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનમાત્ર પરિણામ ઊપજે તે કર્મથી-સંસારથી છૂટવામાં નિમિત્ત છે, તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો, અને જે પરના આશ્રયે શુભકર્મમાત્ર પરિણામ થાય તે બંધમાં ને ભોગમાં નિમિત્ત છે તેથી તે અભૂતાર્થ-જૂઠો ધર્મ છે એમ કહ્યું. હવે એમાં અભવિ જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થધર્મને જ શ્રદ્ધ છે, પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી.
(૮-૧૫૬) (૧૩૧૨) જ્ઞાનાનંદરસનો સમુદ્ર ભગવાન આત્મા છે તેના રસ-રુચિ કરીને તેનો જ અનુભવ કરવો. એમ કરતાં વીતરાગ માર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ ધર્મની શરૂઆત થાય છે.
(૮-૩૦૯) (૧૩૧૩) અહાહા..! આ તો ધર્મ કેમ થાય એની અલૌકિક વાત છે બાપા! શું કહે છે? કે પરવસ્તુના નિમિત્તે થતો વિકાર-ભૂતકાળ ને ભવિષ્યકાળનો-એ બેય તરફથી પાછા હઠી જવું અને નિર્વિકાર નિજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન થઈ લીન થવું એનું નામ સમકિત ને ધર્મ છે.
(૮-૩૩૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com