________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૬૩
કરો તો અત્યંત મંદ રાગ થાય છે. પણ એમાં વીતરાગતા ક્યાં આવી? ન આવી. વીતરાગતા તો ચિદાનંદમય વીતરાગસ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. ( ૭–૩૦૧ )
(૧૩૦૬ )
ભાઈ ! વીતરાગ માર્ગમાં ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૧૭૨ ). તો વીતરાગ શાસનનું કોઈ પણ કથન -ચાહે તે વ્રત સંબંધી હો, પર્યાય સંબંધી હો, વિભાવ સંબંધી હો, કે શુદ્ધ દ્રવ્ય સંબંધી હો-તે સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે ક્યારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે. ( ૭–૩૩૮ )
(૧૩૦૭)
સમ્યગ્દષ્ટિએ પોતાના ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો છે. એટલે શું? એટલે કે પોતે અંદર, ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડયો છે. અહા! ધર્મીએ પોતાની પરિણિતનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડયો છે. આનું નામ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. અજ્ઞાનીએ તો બે-પાંચ મંદિર બંધાવવાં, જિનબિંબની પ્રતિષ્ઠા કરવી-કરાવવી અને તેની પૂજા-ભક્તિ-જાત્રા આદિ કરવાં-એમાં ધર્મ માન્યો છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને. એ તો ધર્મીને અશુભથી બચવા એવો શુભભાવ આવે છે, પણ તે કાંઈ ધર્મ નથી, વા ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ તો એક જ્ઞાયકભાવપણું છે. જુઓને! દરેકમાં લીધું છે કે નહિ? કે ‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે..' બાપુ! આ તો સર્વજ્ઞના દરબારની વાતુ! એક જ્ઞાયકભાવની એકાગ્રતા જ ધર્મ ને ધર્મનું કારણ છે. ( ૭-૫૧૪ )
(૧૩૦૮ )
સ્વશ્રયમાં સ્વનો અર્થ એકલું શુદ્ઘ દ્રવ્ય લેવું, પણ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ નહિ. ‘સ્વ ’ એટલે અનંતગુણમય અભેદ એક ત્રિકાળી આત્મદ્રવ્ય; એનો આશ્રય કરવો તે ‘સ્વાશ્રિતો નિશ્ચયઃ’ છે. અહાહા...! એક સ્વના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે. અને રાગ, નિમિત્ત ને ભેદનો આશ્રય કરવો તે ‘પરાશ્રિતો વ્યવહાર:' છે સદ્દભૂત વ્યવહાર પણ વ્યવહાર છે. ગુણ, પર્યાય સદ્દભૂત હોવા છતાં તેને વ્યવહાર ગણીને તેના આલંબનનો નિષેધ કર્યો છે. ભાઈ ! જેને ધર્મ કરવો છે તેને એક સ્વનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com