________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૬૧
છે. વસ્તુત્વ એટલે શું? વસ્તુ પ્રભુ આત્મા છે અને તેનો ચિદાનંદસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ તે એવું વસ્તુત્વ છે. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘનસ્વભાવને પ્રસારે છે, દઢ કરે છે, સ્થિર કરે છે, અર્થાત્ વીતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. લ્યો, આ ધર્મ ! ભાઈ ! સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તે ધર્મ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ-ઉપાદેયપણું અને રાગાદિ પરભાવનો ત્યાગ-બસ આ જ કરવાનું છે. બાકી બાહ્ય ચીજનો ત્યાગ તો અનાદિથી છે જ. બહારની ચીજ તો આત્મામાં ક્યારેય છે જ નહિ. માટે એના ગ્રહણ-ત્યાગની અહીં કોઈ વાત નથી. પરંતુ અંદર જે વિકલ્પ ઊઠે છે, વૃત્તિ જે શુભ-અશુભ ઊઠે છે-કે જે સ્વભાવથી વિશુદ્ધ હોવાથી પરભાવરૂપ છે–તેનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરવાની આ વાત છે. અહીં તો આ કહે છે કે ધર્માત્મા પોતાના ચૈતન્યબિંબસ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે અને એ વિધિ વડે પોતાના વસ્તુત્વનો-જ્ઞાનાનંદ-સ્વભાવનો વિસ્તાર કરે છે. અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને-બંધને જ વિસ્તારે છે. આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે.
(૭-૮૨) (૧૩00) અરે ભાઈ ! હજુ સમકિતના ઠેકાણાં ન મળે ત્યાં મુનિપણું કેમ હોય ? જ્યાં વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી ત્યાં સમકિતની તો વાત જ શી કરવી? વળી જે કુદેવને દેવ માને છે. કુગુરુને ગુરુ માને છે તથા કુશાસ્ત્રને શાસ્ત્ર માને છે એ તો ગૃહીત મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન- આપ આમ કહેશો તો ધર્મ કેવી રીતે ચાલશે?
સમાધાન - ધર્મ તો અંદર આત્માના આશ્રયે ઉત્પન્ન થાય છે અને આત્માના આશ્રયે ચાલશે, તે કાંઈ બહારથી નહિ ચાલે.
પ્રશ્ન- હા, પણ બહારની પ્રભાવના વિના તો ન ચાલે ને?
સમાધાન - પ્રભાવના? શેની પ્રભાવના? બહારમાં ક્યાં પ્રભાવના છે? આત્માના આનંદનું ભાન થવું ને તેની વિશેષ દશા થવી તેનું નામ પ્રભાવના છે. બાકી તો બધી જૂઠી ધમાધમ છે. ભાઈ ! અહીં વીતરાગના માર્ગમાં તો બધા અર્થમાં ફેર છે, દુનિયા સાથે ક્યાંય મેળ ખાય તેમ નથી.
(૭–૧૪૬) (૧૩૧) અરે ભગવાન! તને ખબર નથી બાપા! ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વદન થવું તે ધર્મ છે. “અહિંસા પરમો ધર્મ' કહ્યું છે ને? પણ તે અહિંસા કઈ ? કે દયા, દાન, વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વીતરાગી પરિણામની ઉત્પતિને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com