________________
ધર્મ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૯૪ )
ભાઈ! તું ચૈતન્યમૂર્તિ વીતરાગસ્વભાવી આત્મા છે ને પ્રભુ! એનું જ્ઞાન કરીને અંતર્મુખ થઈ એને લક્ષમાં લે તો તને ધર્મ થાય.
ને?
૪૫૯
કોઈને એમ લાગે કે આત્મા અત્યારે વીતરાગ કેમ હોય? એ તો કેવળી થાય ત્યારે વીતરાગ હોય. તેને કહીએ છીએ. કે-ભાઈ! તું સદાય (ત્રણકાળ) સ્વભાવે વીતરાગસ્વરૂપ છે; હમણાંય વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વભાવથી વીતરાગ ન હોય તો પ્રગટે ક્યાંથી? માટે ભગવાન! એવા વીતરાગસ્વરૂપ આત્મામાં તન્મયપણે એકાગ્ર થઈ એનો જ આશ્રય કર, એમાં જ જામી જા. તેથી પર્યાયમાં-અવસ્થામાં વીતરાગતારત્નત્રયના પરિણામ પ્રગટ થશે અને એ જ ધર્મ છે, એ જ મોક્ષમાર્ગ છે. એ જ ભગવાન થવાનો માર્ગ છે.
(૬-૧૨૭)
(૧૨૯૫ )
પ્રશ્ન:- બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય
ઉત્તર:- શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાપૂર્વક વિજ્ઞાનવનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના શુભરાગને વ્યવહાર પ્રભાવના કહે છે. બહારમાં જડની ક્રિયામાં તો એનું કાંઈ કર્તવ્ય નથી. લોકોને એકલો વ્યવહા૨ ગળે વળગ્યો છે, પણ અજ્ઞાનીનો શુભરાગ કાંઈ વ્યવહાર પ્રભાવના નથી. (એ તો પ્રભાવનાનો અભાસમાત્ર છે) (૬-૨૬૫ )
(૧૨૯૬ )
અહાહા...! વીતરાગભાવનો રંગ ચઢયો છે ને? રાગના રંગે ચઢેલાને વીતરાગતા દુર્લભ છે અને વીતરાગતાના રંગે ચઢેલાને રાગ દુર્લભ છે. નિયમસારમાં આવે છે કે જ્ઞાનીઓને વિકલ્પ દુર્લભ છે, ધર્માત્માઓને રાગ દુર્લભ છે અને અજ્ઞાનીને વીતરાગપણું દુર્લભ છે. રાગની ભિન્ન પડી જ્યાં અતીન્દ્રિય આનંદમય આત્માનો અનુભવ થયો, આત્માને જાણ્યો અને ઓળખ્યો અને ત્યારે જે વીતરાગતામય આનંદમય પરિણમન થયું તે કર્મના ઘેરાવમાં પણ છૂટતું નથી; જો એ છૂટે તો કહે છે સ્વભાવ જ છૂટી જાય અને તો વસ્તુનો જ નાશ થઈ જાય. પણ સ્વભાવ કોઈ દિવસ છૂટે નહિ કારણ કે સત્નો નાશ અસંભવ છે. જુઓ, આ ન્યાય છે. વીતરાગસ્વભાવી પ્રભુ આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સત્ છે. વીતરાગીસ્વભાવી સત્તાનું પરિણમન પણ સત્ છે ભાઈ ! અને તે અહેતુક છે; દ્રવ્ય-ગુણ પણ એનું કારણ નથી. હવે આમ જ્યાં એની ઉત્પત્તિમાં દ્રવ્ય-ગુણ પણ કારણ નથી ત્યાં જગતના પ્રતિકૂળ સંજોગો એનો નાશ કેવી રીતેકરે ? (૬–૩૯૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com