________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૫૭
પદ્રવ છે. એનાથી રહિત ચિસ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના, એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે.
(૫-૩૮૬ ) (૧૨૮૮). ભાઈ ! તારે ધર્મ કરવો છે ને! તો શુભાશુભભાવથી રહિત અંદર નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે તેમાં તારા ઉપયોગને જડી દે. તેથી તને શુદ્ધોપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભપયોગની જેમ શુભપયોગની દશા પણ વિભાવની જ વિપરીત દશા છે; એના વડે ધર્મ નહિ થાય.
ભાઈ ! તારે આત્મકલ્યાણ કરવું છે કે નહિ! બાપુ! અનંતકાળમાં નું પ્રતિક્ષણ ભાવમરણે મરી રહ્યો છે! અહા ! અંતરમાં ચૈતન્યનાં પરમ નિધાન પડ્યાં છે પણ અંતરમાં તે કદીય નજર કરી નથી. અહાહા...! પ્રભુ! તું અંદર અનંત શક્તિઓનો અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ ગુપ્ત ભંડાર છો. એને જ્ઞાનની પરિણતિ ખોલ, એ શુભરાગની પરિણતિ વડે નહિ ખુલે; શુભરાગની પરિણતિ વડે ત્યાં તાળું પડશે કેમકે શુભરાગ સ્વયં બંધરૂપ જ છે.
(૬-૧૫) (૧૨૮૯) ધર્મ તો એને કહીએ કે જેમાં આત્માના અતીન્દ્રિય આનંદરસનું વદન હોય. જે શુભાશુભ ભાવ છે તે કર્મરસ છે; એનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. શુદ્ધની અપેક્ષાએ બન્ને ઝેર છે. અશુભ તીવ્ર અને શુભ મંદ ઝેર; પણ છે અને ઝેર. તેથી બન્નેનો નિષેધ કર્યો છે. એક શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં લીનતા કરવી એ જ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ છે અને એ ધર્મ છે.
(૬-૭૯) (૧૨૯૦) ધર્મ એને કહીએ કે જેમાં પુણ્ય-પાપના આચરણની કે આકુળતાની ગંધય નથી. આ તો નાસ્તિથી વાત છે. અસ્તિથી શું છે? કે અતીન્દ્રિય પરમ પદાર્થ જ્ઞાનાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે તેમાં લીન થયેલી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો જે ભોગવટો થયો એ મુનિપણું છે, ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષનો માર્ગ છે. અહાહા...! જેણે અનુભવમાં આત્મા લીધો છે તેને ખબર પડે કે આ પરમ આનંદનો-અમૃતનો સ્વાદ શું છે? બીજા રાગીકષાયી જીવ શું જાણે?
અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદના રસથી ભરપૂર છે. જેમ સક્કરકંદને લાલ છાલ વિના જુઓ તો તે એકલો સાકરનો (–મીઠાશનો) પિંડ છે તેમ ભગવાન આત્મા શુભાશુભકર્મથી રહિત, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com