________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૬
અધ્યાત્મ વૈભવ ઉત્તર:- ના, એમ નથી. કર્મનું જોર કર્મમાં છે. કર્મની જીવમાં નાસ્તિ છે. પણ પોતે ઊંધો પુરુષાર્થ કરીને પરવલણમાં ભાવો કરે તો ધર્મ થતો નથી. અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે તો ધર્મ અવશ્ય થાય છે. ધર્મ કરવામાં કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી. (૪–૧૬૯)
(૧૨૮૪). અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ ત્રિકાળ અબદ્ધસ્પષ્ટ છે એમ જે ભગવાને કહ્યું તેનો પોતે અંતરમાં દષ્ટિ કરી સ્વીકાર કરે, દેવ-ગુરુનું લક્ષ છોડી અંતર્મુખ દૃષ્ટિ કરીને સ્વરૂપનું લક્ષ કરે તો ધર્મ પ્રગટ થાય છે. દેવ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ પણ છૂટી જાય અને આત્માનો સાક્ષાત અનુભવ થાય, સ્વરૂપલીનતા થાય એનું નામ ધર્મ છે. ગુરુની ભક્તિ કરો તો ધર્મ થઈ જશે એવી એકાન્ત માન્યતા મિથ્યાદર્શન છે. પોતાના સ્વરૂપના લક્ષે ધર્મ પ્રગટ થાય છે તે યથાર્થ છે.
(પ-૪૮) (૧૨૮૫) ભાઈ ! જિનેન્દ્રદેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા, ભક્તિ, વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભરાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વીતરાગપરિણતિ છે અને શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થાય છે. ધર્મ છે તે સ્વાશ્રિત પરિણામ છે. અહાહા..! આવા
સ્વાશ્રિત તત્ત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંત:તત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંતસુખમય સિદ્ધતત્ત્વની પ્રાપ્તિ થાય, નહિતર નિગોદગતિ તો ઊભી જ છે. ભાઈ ! તત્ત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદગતિ છે; વચ્ચે થોડાક ભવ કરવા પડે તેની અહીં ગણતરી નથી. હે જીવ! ત્રસનો કાળ બહુ થોડો (બે હજાર સાગરથી કાંઈક અધિક ) છે એમ જાણી તું તત્ત્વદષ્ટિ કર, તત્ત્વનો આદર કર.
(પ-૧૯૮)
(૧૨૮૬).
ભાઈ ! એકવાર શ્રદ્ધામાં હા તો પાડ કે આ આત્મા વિકલ્પ રહિત વિજ્ઞાનઘનસ્વભાવરૂપ વસ્તુ છે. તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કહ્યું ને કે – “ય, Pવ સમસ્તે વિકલ્પમતિમતિ સ વ સમયસર વિન્ધતિ' જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આ આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવી પરમાત્મસ્વરૂપ છે. એને જે અંતરસન્મુખ થઈ જાણે અને અનુભવે તે આત્મજ્ઞાન અને આત્મદર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
(૫-૨૯૧). (૧૨૮૭). બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘનસ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com