________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૪
અધ્યાત્મ વૈભવ
(૧૨૭૫) ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, કહે છે કે પરમાનંદસ્વરૂપ-જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે અનાકુળ દશા છે, શાંતરસના અનુભવની દશા છે, અને તે ધર્મ છે. તથા તે જ જીવનો સ્વભાવ છે. આ સ્વભાવપર્યાયની વાત છે. ભગવાન આત્મા અનાકુળ આનંદની મૂર્તિ છે. તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં જે નિરાકુળ આનંદની દશા-ઉપશમરસની દશા પ્રગટ થાય છે એ સ્વભાવની દશા છે અને એ ધર્મ છે. ભાઈ ! વસ્તુને વસ્તુ તરીકે રાખ. તેને ફેરવવા જઈશ તો સત્ય હાથ નહિ આવે.
(૩-૨૪૨). (૧૨૭૬) સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતાં અંતર ચિલ્શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. કોઈને એમ થાય કે આવો ધર્મ!
પ્રશ્ન:- આ કઈ જાતનો ધર્મ છે? સોનગઢથી નવો ધર્મ કાઢયો છે?
ઉત્તર- ભાઈ ! આ નવો ધર્મ નથી, બાપુ! આ તો અનાદિનો ધર્મ છે. તે સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે છે. અનાદિથી તીર્થકરો, કેવળીઓ અને દિગંબર સંતો પોકારીને આ જ કહે છે.
પ્રશ્ન:- આ ધર્મ શું વિદેહક્ષેત્રમાંથી આવ્યો છે?
ઉત્તર:- ના, આ તો આત્મામાંથી આવ્યો છે. અહીં કહે છે કે ચિલ્શક્તિનો અનુભવ કરતાં તે સ્વયં પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે અને તે જગતને જોરથી ઉગ્રપણે અત્યંત પ્રકાશે છે. અર્થાત સમ્યગ્દર્શનમાં પ્રકાશે છે અને કેવળજ્ઞાન થતાં પણ તે પ્રકાશે છેએમ બે અર્થ છે.
(૩-૨૪૫) (૧૨૭૭). ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશ્રયે અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. હવે તે વખતે રાગવ્યવહાર હતો માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે એમ નથી. વ્યવહાર-રાગની ઉપસ્થિતિ ભલે હોય, પણ એનાથી ધર્મની પરિણતિ થઈ નથી.
(૩-૨૫૧) (૧૨૭૮). જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તરૂપ છે. તાદામ્યરૂપ છે. આવા જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈ એકાગ્રતા થતાં જે પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ છે. (૪-૨૦)
(૧૨૭૯). કહ્યું નથી કે-વસ્તુનો સ્વભાવ તે ધર્મ? અહાહા..! વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે તે ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com