________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૨
અધ્યાત્મ વૈભવ જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી અનુભવમાં આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા....! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે. વીતરાગસ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. (૧–૨૬૫ )
(૧૨૬૭)
પ્રશ્ન:- એને વ્યવહારે ધર્મ કહ્યો છે ને?
ઉત્ત૨:- વ્યવહારે ધર્મ કહ્યો છે, પણ કોને ? સમ્યગ્દષ્ટિને, જેને ( દૃષ્ટિમાં ) રાગનો અભાવ છે, શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદર વધી છે એવા સમિતીને જે વ્રતાદિના વિકલ્પ હોય તેને વ્યવહારધર્મ, પુણ્યધર્મ કહ્યો છે. ભાઈ ! આ તો જન્મ-મરણરહિત થવું હોય એની વાત છે. જેને હજુ સ્વર્ગના અને શેઠાઈના અને રાજા વગેરેના ભવ કરવાની હોંશ હોય એને માટે આ વાત નથી. એ ભવ સારાં નથી પણ દુઃખમય છે. (૨-૩૯ )
(૧૨૬૮ )
ભક્તિવાળા એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય, દયા પાળનારા એમ કહે છે કે પરની દયા પાળતાં પાળતાં ધર્મ થાય, પૈસાવાળા એમ કહે છે કે પાંચ પચાસ લાખનું દાનમાં ખર્ચ કરીએ તો ધર્મ થાય. એ ત્રણે જૂઠા છે. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. કહ્યું નેકે “ વસ્તુ સહાવો ધમ્મો” ભગવાન આત્મા વસ્તુ જે ત્રિકાળ આનંદઘનસ્વભાવી છે એની દષ્ટિ કરીને, એનું જ્ઞાન કરીને એમાં રમણતા કરવી એ વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ છે.
(૨-૪૦)
(૧૨૬૯ )
આ અનુભૂતિ-નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને ? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્યું છે અને આત્માની દષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમકે એ તો મિથ્યાદષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે ! બિચારાને આ અંતરના ડહાપણની (૨૦૪૨ )
ખબર નથી.
(૧૨૭૦)
ભાઈ, ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે, શુભભાવ છે (અશુદ્ધભાવ છે ) અને આ નિજપ૨માત્માની સેવા-એકાગ્રતા એ શુદ્ધભાવ છે, ધર્મ છે.
(૨-૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com