________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૨
અધ્યાત્મ વૈભવ ભગવાને અહિંસા કહી છે અને તે પરમ ધર્મ છે, અને તે મોક્ષનું સાધન છે, દયાના વિકલ્પ કાંઈ સાધન નથી; એ તો અપદ છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...? (૭–૧૫૩)
(૧૩૦૨) જેણે, હું મુક્તસ્વરૂપ જ છું-એમ અનુભવ્યું તેણે ચારે અનુયોગના સારરૂપ જૈનશાસન જાણી લીધું. ચારે અનુયોગનો સાર વીતરાગતા છે અને તે વીતરાગસ્વરૂપી મુક્તસ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પ્રગટ થાય છે. એવો માર્ગ છે!
(૭-૧૮૭ ) (૧૩૦૨) પ્રશ્ન:- પણ સિદ્ધાંતમાં દયાને ધર્મ કહ્યો છે?
સમાધાન- હા, પણ ભાઈ ! તે કઈ દયા? બાપુ! એ સ્વદયાની-વીતરાગી પરિણામની વાત છે. જેમ બીજા જીવને મારી નાખવાનો ભાવ એટલે કે ટકતા તત્ત્વનો ઈન્કાર કરવો તે હિંસા છે, તેમ ભાઈ ! જેવડું તારું સ્વરૂપ છે-જે તારું ટકતું પૂર્ણ તત્ત્વ છે-તેનો ઈન્કાર કરવો તે પણ હિંસા છે. હું આવડો (પૂર્ણ) નહિ, પણ હું રાગવાળો, પર્યાયવાળો ને રાગથી -વ્યવહારથી પ્રાપ્ત થાઉં તેવો છું-એમ જેણે પોતાનું જેવડું સ્વરૂપ છે તેવડું માન્યું નથી, તેણે પોતાની હિંસા કરી છે. ભાઈ ! સ્વસ્વરૂપનો સ્વીકાર કરી તેમાં જ અંતર્નિમગ્ન થવું તે સ્વદયા છે અને તે ધર્મ છે. સિદ્ધાંતમાં સ્વદયાને ધર્મ કહ્યો છે. (પર દયાને ધર્મ કહેવો એ તો ઉપચાર છે ).
(૭-૧૯૦) (૧૩૦૪) અહા ! પ્રભુ ! તને ધર્મ કેવી રીતે થાય ? તો કહે છે-અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાત્મા છે. તેની સન્મુખતા કરી, તેમાં એકાગ્ર થઈને અનુભવ કરે તો સમયગ્દર્શન પ્રગટ થાય છે અને તે ધર્મ છે. અહા! આવો જેને અંતરમાં ધર્મ પ્રગટ થયો છે તે ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો ધર્મી છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની તો ઊંચી વાત છે. આ વાડાના શ્રાવક તે શ્રાવક નહિ હોં; આ તો આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને શાંતિ-શાંતિ-શાંતિ એમ વિશેષ શાન્તિની ધારા અંદર જેને પ્રગટી છે તે પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવક ઊંચા દરજજાનો ધર્મી છે. અને મુનિરાજ! અહા ! મુનિરાજ તો આત્માના જ્ઞાન-ધ્યાનમાં લીન એવા જાણે અકષાયી શાંતિનું ઢીમ છે.
(૭-૨૭૧) (૧૩૦૫). વીતરાગભાવથી મોક્ષ થાય છે; અને એ વીતરાગભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહે છે-સ્ત્રી પુત્રાદિ પ્રતિ લક્ષ કરો તો તીવ્ર કષાય થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ કરો તો મંદ રાગ થાય છે અને સ્વસ્વરૂપ સંબંધી-દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી ભેદ વિચાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com