Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 470
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ અધ્યાત્મ વૈભવ પરમ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદકંદસ્વરૂપમાં ચરવું અને રમવું અને પરમ આનંદમય પરિણતિનો ભોગ કરવો એનું નામ ધર્મ અને મુનિપણું છે. ભાઈ ! સંસારથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. (૬-૮૧) (૧૨૯૧) જે વીતરાગસ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. અહીં કહ્યું ને કેજીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું થવું-પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તરૂપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા..! હું સદાય વીતરાગસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે; મહેમાનની જેમ તે આવે ને જાય, એ કાંઈ મારી ચીજ નથી; આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વીતરાગી ચારિત્ર છે અને આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે. (૬-૧૧૬ ) (૧૨૯૨) દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વીતરાગસ્વરૂપ જ હોય છે. લ્યો, આ ભગવાનની વાણી જે બાર અંગ અને ચૌદપૂર્વના વિસ્તારરૂપ છે તેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. એ બધું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તે એક સમભાવને –વીતરાગભાવને જ પ્રસિદ્ધ કરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવ પરમ વીતરાગ સમભાવી, નિગ્રંથ દિગંબર ગુરુ સમભાવી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી-સમભાવરૂપ જ છે. વીતરાગ કહો કે સમભાવ કહો, બન્ને એક જ છે. આ પુણ્ય-પાપના જે ભાવ છે તે વિષમભાવ છે અને એનાથી રહિત જે ચૈતન્યના નિર્મળ પરિણામ છે તે સમભાવ છે. વીતરાગભાવ છે અને તે ધર્મ છે. અહા ! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે. બાપુ! અરે! અત્યારે લોકોએ તેમાં ફેરફાર કરી નાખ્યો છે.! (૬-૧૧૬ ) (૧૨૯૩) ભાઈ ! ધર્મ તો આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર એ ત્રણેય વીતરાગસ્વભાવી ભગવાન આત્માનું ઘર છે, એટલે આત્માનું ઘર છે રહેઠાણ છે. (ભવનનો એક અર્થ ઘર-રહેઠાણ થાય છે.) રાગ અને પુણ્યના પરિણામ એ આત્માનું ઘર-સ્થાન નથી. એ તો પરઘર છે. ઉપદેશ ઉપવાસાદિ પુણ્યની ક્રિયા પરઘર છે. આ લોકો મોટાં તપ કરે, એની ઊજવણી કરે, વરઘોડા કાઢે અને લોકો ભેગા થઈને બહુ ભારે ધર્મ કર્યો એમ વખાણ કરે, પણ ભાઈ ! એ તો બધો રાગમાં રહે તે આત્મા નહિ. રાગ તો પરઘર છે અને પરઘરમાં રહેવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. આત્માનું સ્વઘર તો વીતરાગતા છે. વીતરાગતામાં વસે તે આત્મધર્મ છે. (૬-૧૨૪) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492