________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મ
૪૫૫
જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળીનો અનાદર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકા૨૫ણે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે, તેને ચૈતન્યસ્વભાવનું પરિણમન હોતું નથી. (૪-૨૮ )
(૧૨૮૦)
આત્મા છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે ભૂતાર્થ છે. તેના ઉપર દૃષ્ટિ દેતાં મિથ્યાદર્શનનો વ્યય અને સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે. પર્યાયના ભેદને લક્ષમાં લેવો તે અશુદ્ધતા છે. એક સમયની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનાથી ભિન્ન, સંયોગથી ભિન્ન અને દયા, દાનના વિકલ્પથી પણ ભિન્ન અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. આ ધર્મ પામવાની વિધિ છે. (૪-૬૧ )
(૧૨૮૧ )
ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ છે તેમાં આરૂઢ થાય તે જ સાચી દયા, સાચી જાત્રા અને સાચી ભક્તિ છે, અને તે ધર્મ છે. ભગવાન આત્મા પોતે તીર્થસ્વરૂપ છે. તેમાં આરૂઢ થવું તે જાત્રા છે. ( ૪–૧૦૬ )
(૧૨૮૨ )
પ્રથમ પોતાની વસ્તુ સ્વતંત્ર છે એની ખબર વિના ધર્મ કેમ થાય? કરનારને પ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે અજ્ઞાનભાવે જેટલા વિકારી પરિણામ થાય છે તે મારાથી સ્વતંત્ર થાય છે; અને તે કાળે જડ કર્મની પરિણતિનું કાર્ય પુદ્દગલથી ત્યાં સ્વતંત્ર થાય છે. મને રાગદ્વેષ થાય માટે ત્યાં જડકર્મનું પરિણમન થાય છે એમ નથી. પ્રથમ પર્યાયમાં વિકારની સ્વતંત્રતા મારાથી છે અને કર્મની પર્યાયમાં કર્મની સ્વતંત્રતા છે એમ લક્ષમાં આવવું જોઈએ.
ભાઈ! હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે ? પોતાની જે પર્યાય પ્રગટ તે સ્વતંત્ર છે, પરને લઈને નથી. અને કર્મનું બંધન થાય તે કર્મને લઈને છે, જીવને લઈને નથી. આવી સમય-સમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુક્ર સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવની સ્વતંત્રતા દૃષ્ટિમાં નહિ બેસે અને તેને સમ્યગ્દર્શન પ્રગટ નહિ થાય. જે પ્રગટ દશા છે એનો કર્તા પર છે એમ માને એને પર્યાયના સ્વતંત્ર પરિણમનની ખબર નથી. અહીં તો અજ્ઞાનપણામાં જીવ પોતે વિકારી પરિણામનો સ્વતંત્ર કર્તા થઈને તે પરિણમન કરે છે એ વાત સિદ્ધ કરી છે. ભેદજ્ઞાન થયા પછી આત્મા રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવા કર્તાકર્મબુદ્ધિ રહેતી નથી. (૪–૧૬૩)
(૧૨૮૩) પ્રશ્ન:- કર્મનું જોર છે તો જીવ ધર્મ કરી શક્તો નથી ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com