________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦. ધર્મ
')
S
છે.
(૧ર૬ર) અહો ! ધર્મની મુદ્રા શું? તો જેમ ચલણી નોટ પર મુદ્રા મુખ્ય છે તેમ સુંદર આનંદઅતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય છે.
(૧-૮૫). (૧૨૬૩) ધર્મ એ તો આત્મ-અનુભવની ચીજ છે, ભાઈ ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચ, લાખોનાં મંદિરો બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કરી શક્તો નથી. હા, આત્મા આ કરી શકે કે-પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે, અને એ જ નિશ્ચયધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જૂહી છે. અરે! આવું સાંભળવા પણ ન મળે ને અંદર અનુભવ ક્યારે કરે? ધર્મ બહુ દુર્લભ ચીજ છે, ભાઈ ! ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા તેથી એ તો સુલભ છે. પણ રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે.
(૧-૮૬) (૧ર૬૪) અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્મા એમ ભેદ પાડી પરમાર્થ વસ્તુ સમજાવતાં જ્યાં અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત સુંદર બોધતરંગો ઊછળે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે.
(૧-૧રર ) (૧૨૬૫) ભાઈ ! લક્ષ્મી -પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે. એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ.
(૧-૨૩૫). (૧ર૬૬) રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. જ્ઞયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુ:ખનું વેદન છે. આ શાસ્ત્ર-સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થવો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગમિશ્રિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com