________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૮
અધ્યાત્મ વૈભવ પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ જરાપણ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ ને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી; અર્થાત્ મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આને બાપા! મુનિ કહેવાય. અહો! મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે! અરે ! લોકોને બિચારાઓને અંતરંગ મુનિદશાની ખબર નથી !
(૮-૧૯૯) (૧૨૨૮) અહાહા....! હું પરને જીવાડું, સુખી કરું ઇત્યાદિ અધ્યવસાન જ મુનિવરોને હોતા નથી; કેમકે પરને કોણ જીવાડી શકે ? કોણ સુખી કરી શકે? વળી પર ચીજ મારી છે; આ ગુરુ મારા, આ શિષ્ય મારા, આ સંઘ મારો ઇત્યાદિ અભિપ્રાય મુનિવરોને હોતો જ નથી. આખું જગત જેમાં ભિન્ન જ્ઞયપણે ભાસે છે તે જ્ઞાન જ મારું રૂપ છે એવું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણ જેમને પ્રગટ છે તે મુનિકુંજરો છે.
અહાહા..મુનિવરો કે જેમને મિથ્યા અધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લપાતા નથી જ્યારે મિથ્યા અધ્યવસાન જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. આવી વાત છે.
(૮-૨00) (૧૨૨૯) અહાહા...! મુનિવરો- શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વના આરાધકો, કેવળીના કડાયતીઓ કેવળીના વારસદાર પુત્રો છે. કેવળ લેશે ને! તેથી તેઓ કેવળીના વારસદાર છે. અહા ! એ મુનિપણું કોને કહે બાપા! લોકોને અંતરંગ મુનિદશાની ખબર નથી. મુનિપણું એ તો પરમેશ્વર (પરમેષ્ઠી) પદ છે. અંદરમાં જેને ત્રણ કષાયના અભાવવાળી વીતરાગી શાંતિ પ્રગટી છે અને જેમને અતીન્દ્રિય પ્રચુર-અતિ ઉગ્ર આનંદનું વેદન વર્તે છે એવા ધર્મના સ્થંભ સમાન મુનિવરો હોય છે.
(૮-૨૦૬) (૧૨૩૦) અહા! ભગવાન કુંદકુંદાચાર્ય ને એમના પછી હજાર વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી વીતરાગી મુનિવર-સંત જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનાં ઝરણાં ઝરે છે તે કહે છે કે-મુનિને માટે જે આહાર બનાવ્યો હોય તે ઉદ્દેશિક છે, ને મુનિએ કહ્યું હોય ને બનાવ્યો હોય તે અધ:કર્મી છે. એ અધ:કર્મી ને ઉશિક આહાર સાધુને હોય નહિ અને છતાં કોઈ એવો આહાર લે તો તેના નિમિત્તે ઉપજતા બંધસાધક પાપને પચખતો નથી, અર્થાત તે પાપબંધ જ કરે છે. લ્યો, આ મુનિરાજ પોતે કહે છે.
(૮-૩૪૫). (૧૨૩૧). અહાહા..! મુનિરાજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર્નિમગ્ન હોય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેની ભૂમિકામાં ઉશિક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com