________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૪૧
ત્યાં એ પાપકર્મને અધઃકર્મ કહે છે. તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહે છે. જે પાપકર્મ છે એને તો અધઃકર્મ કીધું પણ આહારને પણ અધઃકર્મ કીધું. એનો અર્થ શું? કે અધઃકર્મથી નીપજેલો જે આહાર છે તેને ગ્રહણ કરવાનો ભાવ છે એ અર્ધઃકર્મ-પાપકર્મ છે ને તેથી આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે.
વળી સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર-પાણી બનાવે તે ઉદ્દેશિક આહાર છે. આજે મહારાજ આહાર માટે પધારવાના છે, માટે એમના માટે આહા૨-જલ બનાવો એમ બનાવેલો આહાર ઉદ્દેશિક આહાર છે. (૮-૩૫૪ )
(૧૨૩૭)
શું કીધું? કે આવો અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર જેણે પચખ્યો–છોડયો નથી તેણે એના નિમિત્તે થતા વિકારી ભાવને પચખ્યો–છોડયો નથી. અહા ! વીતરાગના મારગડા ન્યારા છે પ્રભુ ! અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો. આવું સત્ય બહાર આવ્યું એટલે એનો વિરોધ કરવા લાગ્યા કે–આ લોકો (–સોનગઢવાળા ) સાધુને માનતા નથી, અને એને મિથ્યાદષ્ટિ કહે છે.
અરે ભાઈ ! અમને તો ‘ણમો લોએ સવ્વાહૂણં' છે; પણ શું થાય? સાચા સાધુ તો હોવા જોઈએને ! પણ જેની પ્રરૂપણા જ ‘આસ્રવથી સંવર થાય' –એમ વિપરીત છે તેનું શું કહેવું? તથા પોતાને માટે કરેલા આહારને ગ્રહણ કરે તેનું પણ શું કહેવું? એ તો પાપમાં ઊભો છે. અહા! પહેલાને શ્રદ્ધાનનો દોષ છે ને બીજાને ખોટી શ્રદ્ધા સહિત ચારિત્રદોષ છે. ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સનાતન દિગંબર જૈનદર્શન-અનંતા તીર્થંકરોએ પ્રરૂપેલો મારગ-તે આ છે એમ વાત છે. અહા ! આવો મારગ ને આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. (૮-૩૫૫ )
(૧૨૩૮ )
અહા ! તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે શુદ્ધ અંત:તત્ત્વ પ્રભુ આત્મામાં જ્ઞાન-શ્રદ્ધાન સહિત જેને ઉદ્દેશિક આદિ આહારને પચખ્યો–છોડયો છે તેણે તેના નિમિત્તે થતા વિકારના ભાવને પચખ્યો છે અર્થાત્ તેને તેવો વિકાર ઉત્પન્ન જ થતો નથી.
ત્યારે કોઈ વળી કહે છે-અત્યારે તો ઉદ્દેશિક આહાર જ છે; બશેર પાણીનોય નિર્દોષ આહાર મળી શકે નિહ એવી સ્થિતિ છે. તો શું કરવું?
શું કરવું? એ તો કહ્યું ને કે-દિગંબર ભાવલિંગી સંત-મુનિવરને ઉદ્દેશિક આદિ દોષવાળા આહારનો ભાવ હોતી નથી; અને એ ભાવોનું પચખાણ છે. તથાપિ કોઈ વિવશ થઈ ઉદ્દેશિક આદિ આહારને ગ્રહણ કરે છે. તો તેને અંતરંગમાં મુનિપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com