________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४०
અધ્યાત્મ વૈભવ
(૮-૩૪૯)
હોતું. આ તો સિદ્ધાંત કહ્યો એમાં આ ચરણાનુયોગનો ન્યાય આપ્યો.
(૧૨૩૪).
નિશ્ચયથી મુનિમાર્ગ તો એક શુદ્ધોપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી. “જયધવલ” માં તો ત્યાં સુધી લીધું છે કે-મેં એક શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો ને આ છે કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો; કેમકે પરતરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં અરે ! આ છે કાયના આદિના વિકલ્પ!
જુઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિદશાને બાધ નથી, એથી મુનિપણું જાય નહિ પણ અને અધઃકર્મી, ઉશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. હિત કરવું હોય તેણે હિતની સત્ય વાત સમજવી જ પડશે.
અહીં તો સધળાય પરદ્રવ્ય તરફનું વલણ એટલે આહારનું વિહારનું, દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યે વિનય-ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિદશા છે-એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કરે છે.
(૮-૩૫૧) (૧૨૩૫) પરદ્રવ્ય બધા નિમિત્ત છે અને નિમિત્તને લક્ષે થતો વિકારી ભાવ નૈમિત્તિક છે. ધર્મી પુરુષો-મુનિવરો એ સમસ્ત પરદ્રવ્યના લક્ષને અને તેના સંબંધે થતા વિકારી ભાવને પચખે છે ત્યારે સ્વદ્રવ્યનો આશ્રય સંપૂર્ણપૂરો થાય છે અને એને કેવળજ્ઞાન થાય છે. આવી વાત છે.
-ઉશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો બંધસાધક ભાવ હોય ત્યાં મુનિપણું હોતું નથી; અને
-સાચા ભાવલિંગી મુનિવરને નિર્દોષ આહાર-પાણી લેવાનો, છ જીવ-નિકાયની રક્ષાનો ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી.
ભાઈ ! સિદ્ધાંત તો આમ છે. ભગવાન કહેલાં તત્ત્વોનું સત્ તો આ રીતે છે. કોઈ ઉંધું માને એથી કાંઈ સત્ અસત્ ન થઈ જાય અને અસત્ સત્ ન થઈ જાય. (૮-૩૫૨)
(૧૨૩૬) અધઃકર્મ એટલે સાધુ કહે કે મારા માટે આહાર-પાણી બનાવો અને ગૃહસ્થ એના માટે એ પ્રમાણે બનાવે તે આહારને અધઃકર્મ અર્થાત્ મહાપાપથી નીપજેલો આહાર કહેવાય. અને ઉશિક એટલે સાધુએ કીધું ન હોય પણ ગૃહસ્થે એને માટે કરેલો હોય તે ઉદ્દેશિક આહાર છે. જુઓ, આહાર નીપજે એમાં પાપકર્મ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com