________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४४
અધ્યાત્મ વૈભવ સ્વતંત્રતા અંતરમાં બેસતાં, તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. અહો ! આવો અલૌકિક મારગ છે! * જી. અ9 ! આવા અલૌકિક મારગ છે !
(૯-ર૬૪). (૧૨૪૫) ભાઈ ! સાતમે ગુણસ્થાને ચૈતન્યનું તેજ ઘણું જ વધી ગયું છે તેને મુનિ કહીએ. મુનિપણું કોને કહેવું ભગવાન! અહાહા...! ધન્ય એ મુનિદશા! ધન્ય એ અવતાર! સમયસાર ગાથા ૫ માં શ્રી કુંદકુંદ આચાર્ય સ્વયં કહે છે-આત્માની શક્તિનું પ્રચુર સ્વ-સંવેદન તે અમારો નિજવૈભવ છે. અહાહા...! સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ મુનિરાજને અંદરઅતીન્દ્રિય આનંદનીય ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. મુનિરાજને છેકે ગુણસ્થાને જરીક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચઢી અંદર આનંદને સ્પર્શે છે. અહાહા...! મુનિરાજ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ કોઈવાર જામે, બે દિવસે, પંદર દિવસે, મહિને, બે મહિને જામે, પણ દિગંબર ભાવલિંગી સંત સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ-ઉપયોગ આવી જાય છે. છટ્ટ ગુણસ્થાને પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ તો એને બોજો લાગે છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને વ્રતનો વિકલ્પ ઊઠે તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. છથી સાતમે વારંવાર મુનિરાજ સ્પર્શે છે તેથી અહીં “નિત્ય” સ્વભાવસ્પેશઃ” એમ કહ્યું છે.
(૧૦-૬૦) (૧૨૪૬) અહા! મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દઢ ગાઢ-પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે, અને તે મુનિરાજનો નિજવૈભવ છે. જુઓ આ નિજવૈભવ ! હજારો શિષ્ય હોય ને બહુ શાસ્ત્રજ્ઞાન હોય, લાખો માણસો એને પ્રવચનમાં સાંભળતા હોય તે નિજવૈભવ નહિ. એ તો બધી બહારની ચીજ પ્રભુ ! આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા-રમણતા કરે તે ચારિત્ર અને તે નિજવૈભવ-એમ વાત છે. અહાહા.! આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. આહાહા...! ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દઢ વર્તે છે કે એકલો જ્ઞાનચેતનાના સંવેદનમાં તે પડયો છે. અહો ! આવી અલૌકિક મુનિદશા છે ભાઈ ! અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો, બહારમાં દ્રવ્યલિંગના ઠેકાણાં ન મળે. ભાઈ ! આ તને માઠું લગાડવાની વાત નથી, આ તો તારા હિતની વાત છે પ્રભુ! અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે ઢંઢોળીને એમાં જ લીન-પ્રલીન થઈ પ્રચુર અતીન્દ્રિય આનંદને વેદે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ....?
અહાહા..! જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. કેવી છે તે જ્ઞાન-સંચેતના? તો કહે છેચમકતી ચૈતન્યજ્યોતિમય છે. અહાહા....! જેની જ્ઞાન-પર્યાયમાં ચૈતન્યનો ચમકતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com