________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૪૫ પ્રકાશ પ્રગટી ગયો છે. ચોથા ગુણસ્થાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીનતા થતા ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહાહા..! આ તો અંતરદશાને જડ ભાષામાં કેમ કહેવી ? ભાષા ઓછી પડે છે ભાઈ ! “ચમકતી ચૈતન્યજ્યોતિમય છે' –એમ કહ્યું એમાં સમજાય એટલું સમજો બાપુ! (૧૦-૬ર)
(૧૨૪૭) જુઓ, ચોથાને પાંચમા ગુણસ્થાને હુજુ કર્મચેતના ને કર્મફળચેતના હોય છે, સ્વામીપણે નહિ, પણ વેદનપણે હોય છે. મુનિને કર્મચેતના ને કર્મફળચેતના નથી. તેને જ્ઞાનચેતના છે. શું કીધું? પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને હરખશોકને વેદવું તે કર્મફળચેતના-એ મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાનચેતનાનું અનુભવન તેને હોય છે. રાગનું કરવું ને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે, એને તો એકલું આનંદનું વે છે. અહાહા.! આવા ચારિત્રવત મુનિ મોક્ષની તદન નજીક હોય છે.
પણ લોકો કહે છે-તમે (કાનજીસ્વામી) મુનિને માનતા નથી ને!
મુનિને કોણ ન માને ભાઈ! એ તો પરમેશ્વર પદ છે. બાપુ! પણ યથાર્થ મુનિપણું હોવું જોઈએ ને! કહ્યું ને કે-તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે. અહાહા...! આવી અલૌકિક મુનિદશા હોય છે.
(૧૦-૬૩) (૧૨૪૮) જુઓ એકલી નઝદશા ને બહારમાં મહાવ્રતનું પાલન કરે એ કાંઈ દિગંબર નથી, પણ અંતરમાં નિર્મળાનંદનો નાથ જ્ઞાનસ્વભાવી પ્રભુ પોતે છે તેને ઓળખી તેનાં શ્રદ્ધા-જ્ઞાનરમણતા કરે તે દિગંબર છે. અહાહા...! નાગા બાદશાથી આવ્યા. તેને સમાજની કાંઈ પડી નથી. દુનિયાને આ ગમશે કે નહિ એની એને કાંઈ પડી નથી. દુનિયાનું દુનિયા જાણે; અમે તો મોક્ષમાર્ગી છીએ. અમે તો અંદર આત્માની રુચિ અને જ્ઞાન-ધ્યાનમાં છીએ અને કહીએ તો એ જ (મારગ ) કહીએ છીએ.
અહાહા ! મુનિરાજ તો નિર્મળાનંદ પ્રભુ આત્મામાં રમણ કરનારા ને તેમાં ચરનારાવિચરનારા છે. તેઓ નિત્ય અતીન્દ્રિય આનંદનું ધરાઈને ભોજન કરનારા છે. અહાહા...! જેમને આકુળતાની ગંધેય નથી એવા અનાકુળ સુખના ઢગલા છે એવા ચારિત્રવત મુનિને અંદર નિત્ય અતીન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. કોઈને થાય કે મુનિને વનમાં અનેક પરિષહ સહન કરવાના થતાં કેવાં દુઃખ વેઠવાં પડે? તેને કહીએ કે ભાઈ ! મુનિરાજને દુઃખ વેઠવું પડે એ તારી વાત ખોટી છે, કેમકે મુનિરાજને અકષાયી શાંતિ પ્રગટી હોવાથી તેઓ નિરંતર અતીન્દ્રિય આનંદની મોજમાં મસ્ત હોય છે. તેને અહીં ચારિત્ર કહ્યું છે અને તે મોક્ષમાર્ગ છે.
(૧૦-૮૧).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com