________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૬
અધ્યાત્મ વૈભવ (૧૨૪૯). જેમાં શાંતિ, શાંતિ, શાંતિ. એવા અકષાયભાવરૂપ શાંતરસની રેલમછેલ થઈ જાય છે તે શાંતરસની દશાનું નામ ચારિત્ર છે.
અહો ! શું એ વીતરાગી ચારિત્ર દશા! મહાવંદનીય દશા છે એ; એ તો પરમેષ્ઠીપદ છે ભાઈ ! મુનિરાજ નિત્ય આવી ચારિત્રદશાએ વર્તે છે,
(૧૦-૮૨) (૧૨૫૦). જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે, જ્યારે ચારિત્રવત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા.! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ!
(૧૦-૧૧૮) (૧૩૫૧) ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. અહો! મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અહીં! અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝુલતા હોય તેને જૈન-સંતમુનિવર કહીએ. બીજે તો આ વાત છે જ નહિ. સાતમથી છઠે આવે ત્યાં જ્ઞાનશ્રદ્ધાનની મુખ્યતા છે, કેમકે ત્યાં અસ્થિરતા હજુ છે.
અરે ભાઈ ! જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ રાગ છે, તે આગ છે. સાતમે અપ્રમત્તદશામાં જતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય છે. અહો ! આવી અલૌકિક દશા! ધન્ય એ મુનિદશા! શ્રીમદ એવી ભાવના ભાવે છે ને કે
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.”
-અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અહા! આ શરીર મારું નથી, મારે ખપનું નથી. જંગલમાં વાઘ-સિંહ આવી ચઢે અને શરીર લઈ જાય તો ભલે લઈ જાય. મને જોઈતું નથી તે લઈ જાય છે એ તો મિત્રનું કામ કરે છે. અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. અહા ! આવી વીતરાગી સમતા મુનિવરને ઘુંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ (જ્ઞાતાદષ્ટાનો ) સાક્ષાત્ અનુભવ હોય છે, તેને એકલા (નિર્ભેળ) અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે. ત્યાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે તેને અહીં ગણ્યો નથી. અહાહા...શાંતશાંત-શાંત આનંદના ધામમાં રમતાં રમતાં તે મોક્ષપદને સાધી લે છે. આવી અલૌકિક વાત છે.
(૧૦-૧૩૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com