________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
४४७ (૧૨પર) જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી, અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટૂકડાનો પણ ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે, ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા ! તે નિજ આત્મ-બાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહ છૂટી જાય છે. નિરાકુલ આનંદમાં ઝુલનારા વીતરાગી સંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરંગમાં વિકલ્પ પણ નહિ. બાપુ! બીજી ચીજ તો શું વસ્ત્રના ધાગાનો પણ પરિગ્રહ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાદષ્ટિ છે.
(૧૦-૨૦૯) (૧૨૫૩) અહા! અંદર જિનસ્વરૂપ જ પોતે છે, પણ અંતર-એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારતા નથી તે પાગલોને તેની પ્રાપ્તિ થતી નથી. શું થાય?
પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યરાજાને જાણી તેનો અનુભવ કર્યો અને તેમાં જ લીન થયો તેણે ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું ને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહો ! ધન્ય તે મુનિદશા ને ધન્ય તે અવતાર! પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે, પોતાની ચૂત લક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. આવી વાત! બાકી બહારની સંપત્તિમાં લીન છે એ તો રાંકા છે, ભિખારા છે. શાસ્ત્રમાં “વરાકાઃ” તેમને કહ્યા છે. (૧૦-૨૧૫).
(૧૨૫૪). અહો ! સંતોને અંદરમાં અતીન્દ્રિય આનંદરસના પ્યાલા ફાટયા છે. કહે છે અતીન્દ્રિય રસના વેદન-સંવેદન વિના માત્ર ક્રિયાકાંડ વડે અને બાહ્ય વેશ વડે કોઈ માને હું શ્રમણશ્રાવક છું તો તે જૂઠા છે; વ્યવહારવિમૂઢ અને નિશ્ચય-અનારૂઢ તેઓ પરમાર્થ પદને – ચૈતન્યપદને પામતા નથી–અનુભવતા નથી.
(૧૦-૨૭૫) (૧૩૫૫) અહાહા..! જુઓ તો ખરા મુનિવરોની અંતરદશા! આત્મજ્ઞાની ધ્યાની નિજાનંદરસના અનુભવમાં લીન મુનિવરો, તેમને દેહની સ્થિતિ પૂરી થવાનો ખ્યાલ આવી જાય ત્યારે કેવુંક ચિન્તવન કરે છે! અહાહા..!
ચલો સખી વહાં જઈએ, જહાં ન અપના કોઈ;
કલેવર ભખે જનાવરા, મુવા ન રોવે કોઈ. અહાહા...! મુનિરાજ પોતાની શુદ્ધ પરિણતીને કહે છે-જ્યાં આનંદનો સાગર આનંદસુધાસિંધુ ભગવાન છે ત્યાં ચાલો જઈએ. અંદર એવા મગ્ન-લીન થઈએ કે કલેવરને-આ મડદાને શિયાળિયાં ખાઈ જાય તોય ખબર ન પડે, તથા દેહ છૂટી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com