________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૩૯
આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ છે; અને એને ઉદ્દેશિકનો ત્યાગ ને પચખાણ કહે છે. અહાહા....! અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ તો પુદ્દગલદ્રવ્યનું કાર્ય છે, એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે. પણ એવો રાગ એ મુનિદશામાં હોય જ નહિ. તેથી કહે છે કે-એ મારું કાર્ય નથી, એ નિત્ય અચેતન હોવાથી એને મારા કાર્યપણાનો અભાવ છે. અહો! આવી અલૌકિક મુનિની અંતરદશા હોય છે. સમજાણું કાંઈ... ? (૮-૩૪૭)
(૧૨૩૨ )
દ્રવ્યલિંગી સાધુ હોય તે પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશક આહારપાણી લેતા નથી. જો પોતાને માટે બનાવેલાં આહાર-પાણી લે એવો એનો ભાવ હોય તો તે નવમી ત્રૈવેયક જઈ શકે નહિ. અહીં ! દ્રવ્યલિંગી પોતાને માટે બનાવેલા જળનું ટીપુંય, ખૂબ આકરી તૃષા હોય તોય, પ્રાણાંતે પણ ન લે એવો એને અંદર શુભભાવ હોય છે. પણ એ કાંઈ નથી. કેમકે એને અંદર તત્ત્વજ્ઞાન હોતું નથી, અર્થાત્ રાગના અભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. તે શુભભાવમાં સંતોષાઈ ગયો છે અને એનાથી ભિન્ન એક જ્ઞાયકસ્વભાવી આત્માની દૃષ્ટિ એ કરતો નથી. તેથી આત્મજ્ઞાન વિના પોતાને માટે કરેલો આહાર ન લે તોય એ કાંઈ (-ત્યાગ ) નથી.
અહીં કહે છે-તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને એટલે ઉદ્દેશક આહારદિને પખચતો-લક્ષમાંથી છોડતો તે (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે. જોયું? ઉદ્દેશક આહારાદિ લેવાનો ભાવ બંધસાધક ભાવ છે. અહા ! ઉદ્દેશિક આહાર લે એ બંધનો ભાવ છે ને તે મુનિને હોય નહિ, થાય નહિ. તેથી કહ્યું કે ઉદ્દેશિક આદિ આહા૨ના લક્ષને છોડે છે તે તેના નિમિત્તે થતા વિકારના બંધના પરિણામને છોડે છે, અર્થાત્ તેને બંધભાવ થતો નથી, અબંધ રહે છે. (૮-૩૪૯ )
(૧૨૩૩)
ગૃહસ્થાશ્રમમાં સમકિતી તત્ત્વજ્ઞાની હોય તેને આહારાદિનો ભાવ હોય છે તે બંધભાવ છે. તે અસ્થિરતાનો દોષ છે, દષ્ટિમાં એને દોષ નથી. અહીં મુનિદશાની વાત છે. મુનિદશાની અંતર-સ્થિરતા એવી હોય છે જેથી તે નિમિત્તભૂત ઉદ્દેશિક આદિ આહારના લક્ષને છોડતો લક્ષભૂત બંધસાધક ભાવને છોડે છે, અર્થાત્ તેને ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. આવી મુનિદશા છે. તથાપિ કોઈ ઉદ્દેશિક આદિ આહારને ગ્રહણ કરે તો તે બંધ સાધકભાવમાં ઊભો છે, તેને અંત૨માં સાચું મુનિપણું નથી. આ કોઈ વ્યક્તિની વાત નથી;
આ તો સિદ્ધાંત અને સત્ય શું છે-એની વાત છે. અહા! તત્ત્વદષ્ટિ-સમ્યગ્દષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ એનો એ કર્તા થતો નથી. અહીં તો મુનિને એય કાઢી નાખ્યું કેમુનિરાજને ઉદ્દેશિક આદિ આહાર નથી હોતો અને તત્સંબંધી (–નૈમિત્તિક) રાગનું પરિણમન પણ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com