________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
४७ કે નહિ? અહાહા....જેમાં સ્વ-પરને જાણવાના સહજ એક સ્વભાવવાળા આત્માની પરિપૂર્ણ પ્રતીતિ વર્તે છે તે સમ્યગ્દર્શને જ ધર્મનું નામ ચારિત્રનું મૂળ છે. આવા ચારિત્રવત મુનિવરોને એક મોહ જ જેનું મૂળ છે એવો પરદ્રવ્યનો-પરદ્રવ્ય મારું અને હું એને કરું એવો-અધ્યવસાન નથી એમ કહે છે. “મો– –ન્દ્ર' – એમ કહ્યું ને? મોહ જ એક જેનું મૂળ છે એવું આ અધ્યવસાન જેમને નથી તેઓ સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા ચારિત્રના ધરનારા, પ્રચુર આનંદમાં ઝૂલનારા મુનિવરો છે. અહા ! જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ અધ્વસાનનું મૂળ મિથ્યાદર્શન છે અને તેવું અધ્યવસાન મુનિવરોને હોતું નથી. સમજાણું કાંઈ..?
અહા ! એવો અધ્યવસાન કે મોહ જ એક જેનું મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિવરોને છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ આવે છે ને? અહા! “હું છ કાયના જીવોની રક્ષા કરું' એવો પરના એકત્વનો અધ્યવસાન જેમને નથી અને જે વિકલ્પ આવે છે તેના જે સ્વામી-કર્તા થતા નથી તેઓ મુનિઓ છે એમ કહે છે. અહા! જેઓ શરીરાદિની ક્રિયા ને રાગની ક્રિયાને પોતાનામાં ભેળવતા નથી પણ પોતાથી પૃથક રાખીને તેને પોતામાં રહીને જે જ્ઞાતાપણે જાણે છે એવી જેમની દશા છે તે મુનિઓ છે. અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે ને? તેથી આવો પારદ્રવ્યનો અધ્યવસાન જેને નથી તેઓ મુનિઓ છે કે જે કર્મથી લેપાતા નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?
(૧૬) અહાહા..! સંત-મુનિવર કોને કહીએ? જૈન સાધુ કોને કહીએ? કે જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે મુનિકુંજરો અર્થાત્ ઉત્તમ મુનિવરો છે. અહીં! તો એ ધર્માત્મા-સંતની ક્રિયા કઈ ? જુઓ, દેહની ક્રિયા થાય અને વ્રત, તપ, દયા, દાન આદિ રાગની ક્રિયા થાય તે એની-ધર્માત્માની ક્રિયા નહિ. એની તો સતરૂપ અહેતુક એક જ્ઞતિ જ ક્રિયા છે. આ જાણવા-દેખવાની, શ્રદ્ધવાની અને અંતરમાં ઠરવાની ક્રિયા એ જ એક એની સ્વાભાવિક ક્રિયા છે.
વળી સતરૂપ અહેતુક જ્ઞાયક જ એનો એક ભાવ છે. આમાં દ્રવ્ય લીધું. ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ એકલા ચૈતન્યરસ-જ્ઞાનરસનું સત્વ પોતે એક જ્ઞાયકભાવ સ્વરૂપ છેએમ સંતો અનુભવે છે.
(૮-૧૯૬) (૧૨૨૭) જોયું? ભગવાન આત્મા અંતરમાં ઝળહળ ઝળહળ અમંદ નામ અતિ ઉગ્ર ચૈતન્યજ્યોતિ છે. અહાહા...! જાણગ-જાણગસ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. તેમાં અંતઃપુરૂષાર્થ કરતાં ભિન્ન ચૈતન્યજ્યોતિ અંદર પ્રકાશિત પ્રગટ થાય છે. અહીં કહે છે–આવી અંતરંગમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com