________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪
અધ્યાત્મ વૈભવ સ્વરૂપ જ કહે છે. “ભગવાન શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ’ –એમ પખંડાગમમાં શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ ને “ભગવાન” કહ્યા છે. અહા ! જરી રાગનો ભાગ ન ગણો તો (ગૌણ કરો તો) તેઓ ખરેખર ભગવાન જ છે. શ્રી નિયમસારમાં (કળશ ર૫૩માં) આવે છે કે અરેરે! આપણે જડબુદ્ધિ છીએ કે વીતરાગ પરમેશ્વર અને વીતરાગપણાને પામેલા મુનિવરો વચ્ચે ભેદ કરીએ છીએ મતલબ કે વીતરાગી મુનિવરો વીતરાગ પરમેશ્વર જેવા ભગવાન સ્વરૂપ જ છે. ત્યાં (નિયમસારમાં) પહેલાં એ વાત કરી કે મુનિને કંઈક રાગ છે એટલો ફેર છે. પણ પછી તે કાઢી નાખીને (ગૌણ કરીને) વીતરાગપણાની મુખ્યતાથી તેઓ ભગવાન જ છે એમ કહ્યું છે. અહો! મુનિવરો ભગવાન ભટ્ટારક મહીં પૂજનીક છે. ભટ્ટારક એટલે કે સર્વજ્ઞસ્વભાવના અનુભવી અને અંદર આનંદનું પ્રચુર સ્વસંવેદન જેમને પ્રગટ થયું છે તે મુનિવરોને ભટ્ટારક કહેવામાં આવ્યા છે.
(૭-૨૪૨) (૧૨૧૯) અહાહા..! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને કહે છે, પુણ્ય-પાપની ઈચ્છા નથી તથા આહાર-પાણીની ઈચ્છા નથી. ગજબ વાત છે ભાઈ ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ વિકલ્પ મને સદાય રહેજો એમ વિકલ્પની તેમને ઈચ્છા નથી. આમ ચાર બોલ આવી ગયા. મુનિરાજને બીજું કાંઈ વસ્ત્ર-પાત્ર આદિ તો હોતાં નથી. અહા ! જેને વસ્ત્ર-પાત્ર હોય તે તો મુનિ જ નથી. વસ્ત્રપાત્ર સહિત મુનિપણું માને એ તો મિથ્યાદષ્ટિ છે.
(૭-૨૯૪). (૧૨૨૦) મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદના થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે; ભાઈ ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું-અખંડ એક જ્ઞાયકભાવનું-શરણ કદીક પણ લીધું હોય તો ને? (૭-૩))
(૧૨૨૧). પ્રશ્ન- આપ એકલા કુંદકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યોનું બલિદાન થઈ જશે?
સમાધાન:- અરે ભાઈ ! તું શું કહે છે આ? શું આનો અર્થ આમ થાય? ભાઈ ! જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે. પરંતુ ભાઈ ! જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com