________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯, ગુરુ અથવા મુનિ
Tછે
(1)
Apr
(૧૧૮૧) જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ છૂટી ગઈ છે અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટી ગયાં છે એવા નિગ્રંથ મુદ્રાધારી ભાવલિંગી સંત તે ગુરુ છે.
(૧-૮) (૧૧૮૨). મુનિ કોને કહેવા એની લોકોને ખબર નથી. મુનિ તો પરમેશ્વર છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે; બાપુ, એ શું ચીજ છે! સમ્યક્દર્શન પણ એક અલૌકિક ચીજ છે. તો પણ ચારિત્ર તો એથી ય વિશેષ અલૌકિક છે.
(૧-૩ર) (૧૧૮૩) ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદવ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ સદેહે મહાવિદેહમાં સીમંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા. મહાવિદેહમાં સીમંધરનાથ અરિહંતપદે બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહુ અને કોડપૂર્વનું આયુષ્ય છે. ત્યાં ભગવાનની વાણી હંમેશા છૂટે છે. ત્યાં સં. ૪૯ માં કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સાંભળીને ભારતમાં પધાર્યા. અહીં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં.
(૧-૮૩).
(૧૧૮૪)
જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ નિશ્ચયરત્નત્રયની વાત છે. અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું સ્વસંવેદનજ્ઞાન એ સમ્યજ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યકચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે.
(૨-૭) (૧૧૮૫) લોકો તો માને કે અત્યારે પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ પાળે એ સાધુ, પણ ભાઈ, સાધુને માટે આહાર બનાવે અને જો તે આહાર સાધુ લે તો એ દ્રવ્યગિી પણ નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારનાય ઠેકાણાં નથી. કોઈ એમ કહે કે નિશ્ચય હોય પછી વ્યવહાર ગમે તેવો હોય, વ્યવહારનું શું કામ છે? તો તે વાત બરાબર નથી. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રવંત સાધુને પાંચ મહાવ્રત તથા ૨૮ મૂળગુણ આદિનો વ્યવહાર યથાર્થપણે હોય છે. સાધુને માટે ચોકો બનાવે અને સાધુ તે આહાર લે એવું પ્રાણ જાય તોપણ ત્રણકાળમાં બને નહિ. લોકો એમ કહે છે કે શરીર રહે તો પ્રાણ ટકે અને તો ધર્મ થાય. પણ એથી તો ધૂળેય ધર્મ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com