________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮
અધ્યાત્મ વૈભવ આસ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આસ્રવ છે. માટે એમાં આસ્રવની ભૂલ થઈ. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય છે, તેને વસ્ત્ર રાખવાનો ભાવ હોતો નથી. છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. મુનિની ભૂમિકામાં કષાય ઘણો મંદ હોય છે. ત્યાં વસ્ત્રગ્રહણની સહેજે ઈચ્છા થતી નથી. તે સ્થિતિમાં ઘણી નિર્જરા થાય છે. છતાં વસ્ત્રસહિતને ઘણી નિર્જરા માની તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આસ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવતત્ત્વની ભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય, છતાં વસ્ત્રસહિત મુનિપણું માને તો તે અજીવતત્ત્વની ભૂલ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક છઠ્ઠ ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતર્બાહ્ય નિગ્રંથ થતાં હોય છે અને તેને વસ્ત્રગ્રહણની વૃત્તિ હોતી જ નથી. અહાહા....! જેને ત્રણ કષાયનો અભાવ છે તેવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્રરહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે.
તીર્થંકરદેવને પણ વસ્ત્રસહિત ગૃહસ્થદશા હોય ત્યાં સુધી મુનિપણું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પંચમહાવ્રતને દિગંબરમાં આસ્રવ કહ્યો છે પણ શ્વેતાંબરમાં તેને નિર્જરા કહી છે તો તે એમ પણ નથી. તત્ત્વાર્થસુત્રમાં પંચમહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે. એ ધર્મનું સાધન નથી. રાગથી બંધ થાય છે, પણ રાગથી અંશ પણ નિર્જરા થતી નથી. પંચમહાવ્રતને નિર્જરાનું કારણ કહેવું એ તદ્દન જૂઠી વાત છે. અરે! લોકોએ તત્ત્વદષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે ક્યાં જશે? આવો અવસર મળ્યો અને તત્ત્વથી વિપરીત દષ્ટિ રાખીને સત્ય ન સમજે એવા જીવો અરેરે ! ક્યાં રખડશે?
(૪-૨૧૧) (૧૨૮૧) ભાઈ ! અહાહા...! સમ્યગ્દર્શન સહિત અંતરમાં આનંદની રમણતા એનું નામ ચારિત્ર છે. એવા ચારિત્રવંત ભાવલિંગી મુનિવરોનાં દર્શન પણ આ કાળમાં મહાદુર્લભ થઈ પડ્યાં છે.
એક વાર જંગલમાં ગયા હતા ત્યાં એમ થઈ આવ્યું કે અહા ! કોઈ ભાવલિંગી મુનિવર ઊતરી આવે તો! અહો ! એ ધન્યદશાનાં સાક્ષાત્ દર્શન થાય તો ! અહાહા..! મુનિપદ તો પરમેશ્વર પદ છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ એક કળશમાં (કળશ ૨૫૩માં ) એમ કહે છે કે મુનિમાં અને કેવળીમાં કિંચિત્ ફેર માને તે જડ છે. અહાહા..! આવું મુનિપદ તે પરમેષ્ઠીપદ છે. પદ્મપ્રભમલધારિદેવ અહીંથી વૈમાનિક દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મનુષ્યપણામાં આવી કેવળજ્ઞાન પામીને સિદ્ધપદ પામશે. આવું અલૌકિક છે મુનિપદ!
(૫-૩૬) (૧૨૦૨) ઉત્તમભાઈવધર્મ સમ્યગ્દષ્ટિને અને ચારિત્રવત મુનિરાજને હોય છે. સમકિતને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com