________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૦
અધ્યાત્મ વૈભવ ક્ષણમાં નિર્વિકલ્પ આનંદની દશા આવી જાય છે. વિહાર વખતે ચાલતાં ચાલતાં નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોણી સેકન્ડની અલ્પ નિંદ્રા હોય છે; તરત જાગ્રત થઈ જાય છે અને આનંદમાં લીન થઈ જાય છે. અહો! આવી અદભુત અલૌકિક મુનિદશા હોય છે. ૫૨મેશ્વ૨૫દમાં તેમનું સ્થાન છે. સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) તેમને સર્વજ્ઞના પુત્ર કહ્યા છે. ગૌતમ ગણધર સર્વજ્ઞના પુત્ર એમ શાસ્ત્રમાં કથન છે. સર્વજ્ઞપદના વારસદાર છે ને! તેથી ભાવલિંગી મુનિવરો ભગવાન સર્વજ્ઞદેવના પુત્રો છે. સર્વજ્ઞપણું લેવાની અંદર તૈયારી થઈ ગઈ છે. અહા ! અંતર-આનંદમાં શું જામી ગયા હોય છે! એ અલૌકિક દશા ધન્ય છે. (૫-૨૬૦)
(૧૨૦૭)
.
,
શ્રાવકનું પંચમ ગુણસ્થાન તો કોઈ અલૌકિક ચીજ છે, બાપા! એને તો અંદર સ્વાનુભવના આનંદની રેલમછેલ હોય છે અને પ્રચુર આનંદનાં વેદનમાં ઝૂલતા મુનિની દશાની તો શી વાત! ભાઈ! ‘ણમો લોએ સવ્વાસાહૂણ ' –એવા ણમોકા૨ મંત્રના પાંચમા પદમા જેમનું સ્થાન છે તે વીતરાગી નિગ્રંથ મુનિનો તો અત્યારે નમૂનો દેખવા મળવો મુશ્કેલ છે. અહાહા...! જેમને ત્રણ કષાયના અભાવથી અંતરમાં આત્મા પ્રસિદ્ધ થઈ ગયો છે કે મુનિ અંતર્બાહ્ય નિગ્રંથ હોય છે. જરા પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તે અપરાધ છે પણ તે ટળવા ખાતે છે.
(૫-૩૩૬)
(૧૨૦૮ )
બાપુ! ચારિત્ર તો કોઈ અલૌકિક દશા છે! અહાહા...! ધન્ય અવતાર! ધન્ય એ મુનિદશા !! જ્યાં અતીન્દ્રિય આનંદની છોળો ઊછળે છે એ મુનિદશા ધન્ય છે. જાણે ચાલતા સિદ્ધ! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ કે દયા પાળવાનો વિકલ્પ અંતરની શાંતિને ખલેલ કરનારા ભાસે છે તે મુનિદશા કોઈ અપૂર્વ ચીજ છે. અહાહા...! જ્ઞાતા સદા શાતામાં જ છે, કર્મ સદા કર્મમાં જ છે અને રાગ રાગમાં જ છે આવી વસ્તુસ્થિતિ જેમાં પ્રગટ ભાસે છે તે મુનિદશાની શી વાત! (૫-૩૩૮ )
(૧૨૦૯ )
જુઓ, અશુભ આચરણની જેમ શુભ આચરણ પણ બંધનું કારણ હોવાથી નિષેધ્યું તો પછી મુનિવરો કોનું શરણ લે? શું પ્રવૃત્તિ કરે? તે કહે છે કે મુનિવરોને શુભાગરહિત નિષ્કર્મ અવસ્થા થતાં તેઓ અંદર અતીન્દ્રિય આનંદરસથી ભરેલા અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતારૂપ-૨મવારૂપ પ્રવૃત્તિ કરે છે, ‘નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં' એમ ભાષા છે ને ? નિષ્કર્મ નામ ( શુભાશુભ ) કર્મથી નિવૃત્ત એવી અવસ્થામાં-એટલે કે શુદ્ધ ચૈતન્યમય અરાગી પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. અહાહા...! મુનિવરો પોતે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન અંદર અતીન્દ્રિય આનંદરસ-વીતરાગરસ-શાંતરસ ભર્યો પડયો છે તેમાં પ્રવૃત્ત થાય છે. લ્યો, આ મુનિવરોનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com