________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ળ
છે.
ગુરુ અથવા મુનિ
૪૨૯ અને શ્રાવકને તે અંશે હોય છે અને મુનિદશામાં સવિશેષપણે હોય છે. ઉત્તમ પુરુષો જાતિ અને કૂળનું અભિમાન કરતા નથી, શરીરનું બળ અને રૂપ વગેરેનું અભિમાન કરતા નથી તેમને જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી. પરમાં અહંબુદ્ધિનો-માનનો ત્યાગ અને માઈવધર્મ કહે છે. આ ઉત્તમક્ષમાદિ દશ ભેદ ચારિત્રના છે અને એ ચારિત્ર સમ્યગ્દર્શન સહિત હોય છે. અહાહા! વિવેકજ્યોતિ પ્રગટ થવાથી જેઓ આત્માના નિર્મળ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે તે મુનિવરોને જગતના ક્યા પદાર્થો અભિમાન કરવા યોગ્ય લાગે? હું તો આનંદમુર્તિ છું, મારી ચીજ સદાય નિર્માન છે એમ વિચારી આત્માના ધ્યાનમાં સ્થિત રહેનારા તે મુનિવરો ઉત્તમભાઈવધર્મના સ્વામી છે.
(પ-૧૧૫) (૧૨૦૩) નિજાનંદસ્વરૂપ નિજઘરને છોડીને ભગવાન! તે રાગ, નિમિત્ત અને પુણ્યના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી નિજઘરમાં આવવું તે તે ભવનો અંત કરવાનો નિગ્રંથિનો માર્ગ છે. રાગથી ગ્રંથીથી ભિન્ન પડીને પૂર્ણાનંદના નાથનો અનુભવ કરવો, તેની પ્રતીતિ-શ્રદ્ધા કરવી એનું નામ નિગ્રંથદશા છે. છઠ્ઠી ગુણસ્થાને જે નિગ્રંથ દશા છે એ તો કોઈ અલૌકિક દશા છે, બાપુ!
(પ-૧૧૮) (૧૨૦૪) ત્રણ કષાયોનો જેમને અભાવ છે એવા વિતરાગી મુનિરાજ ભગવાન તુલ્ય છે અહાહા...! સાચા ભાવલિંગી મુનિવરોને એક સેકન્ડની નિંદર હોય છે. એક સેકન્ડથી વધારે વખત નિંદ્રાધીન રહે તો મુનિપણું રહેતું નથી. આવી જ્ઞાનીને પર તરફ લક્ષ જતાં જતા રાગાદિ આવી જાય છે. પણ તેઓ તે રાગાદિ ભાવના કર્તા નથી, જ્ઞાતા છે. (પ-૧૩૩)
(૧ર૦૫) ભાઈ ! આ વીતરાગી પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે! અહા! દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના (અચલ) અંભ! કોઈની એમને પરવા નહિ. નાગા બાદશાહથી આઘા ! અંતરમાં નગ્ન અને બહાર પણ નગ્ન. મોટા બાદશાહની પણ એમને શું પરવા? સ્તવનમાં આવે છે ને કે- “જંગલ વસાવ્યું રે જોગીએ” અહાહા...! જંગલમાં આત્માના અતીન્દ્રિય આનંદમાં લહેરમાં પડેલા હોય છે. એવી સ્થિતિમાં જરા વિકલ્પ આવ્યો અને આવાં શાસ્ત્ર રચાઈ ગયાં છે. તેની પણ મુનિવરોને શું પડી ? જંગલમાં સૂકાં તાડપત્રનાં પીંછાં પડ્યાં હોય તેના પર કઠણ સળીથી શાસ્ત્રો લખી જંગલમાં મૂકી ચાલ્યા જાય છે. ત્યાં વળી કોઈ ગૃહસ્થ તેને ભેગાં કરી સાચવીને મંદિરમાં રાખી દે છે. આ સમયસાર આ રીતે લખાયેલું શાસ્ત્ર છે.
(પ-ર૬૦). (૧૨૦૬ ) મુનિવરો પ્રમત્ત-અપ્રમત્તભાવમાં ઝૂલતા હોય છે. શાસ્ત્ર લખતાં લખતાં પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com