________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૨૭ પૂતળાં! મુનિ એટલે વીતરાગતાનું બિંબ! ધન્ય એ મુનિદશા ! આવા મુનિનાં દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ! એમની વાણીની શી વાત!
(૩-૨૧૨) (૧૧૯૬) મુનિરાજ છે તે (ક્રોધના અભાવપૂર્વક-) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા...! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. (૪-૬)
(૧૧૯૭) ભાઈ! જેને વિકલ્પનો કંઠ છૂટી, સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. અહાહા...મુનિદશામાં તો ત્રણ કષાયનો અભાવ થઈ અંદર અતીન્દ્રિય આનંદની લહેર ઊઠતી હોય છે. અને બહારમાં સહજ નગ્ન દશા હોય છે. અંદર કષાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન-આવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે, બાપુ !
(૪-૨૫) (૧૧૯૮) અહો ! ધન્ય તે મુનિવરો ભાવવિંગી દિગંબર સંતો જંગલવાસી વીતરાગભાવમાં ઝૂલનારા કેવળીના કડાયતો! અહા! તેમને અશુભભાવની તો ગધેય નથી અને જે શુભોપયોગ હોય છે તેનાથી તેઓ ઉદાસ છે. અહા! શું તેમનાં વચનો! ઉપદેશ આપતા હોય ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃતનાં ઝરણાં ઝરતાં હોય!
(૪-૪૫) (૧૮૯૯) અહાહા...! જુઓ, આ દિગંબર સંતોના અંતરના આનંદની મસ્તી ! આ પંચમ આરાના મુનિવરો પોકાર કરીને બહુ ઊંચેથી કહે છે કે હજારો વર્ષથી બહારમાં ભગવાનનો વિરહ્યું હોવા છતાં અમારો અંતરંગ નિર્મળાચંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા ? તો કહે છે–ભાઈ ! સાંભળ! મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ. ત્યાંથી અંતરમાં અવાજ આવે છે કે વિકલ્પોને અમે એવા વમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. અહાહા.....! વસ્તુ પરમપરિણામિકસ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ છે તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહિ.
(૪-૬૮) (૧૨00). તીર્થકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થદશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબરરૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમકે નગ્નપણું તે મોક્ષ માર્ગ છે, શેષ બધાં લિંગ ઉન્માર્ગ છે.
વસ્ત્રસહિત મુનિપણું માને તો એમાં નવ તત્ત્વની ભૂલ છે. મુનિની ભૂમિકામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com