________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૬
અધ્યાત્મ વૈભવ
વિકલ્પ એ તો રાગ છે. રાગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય ? આત્માના આનંદમા રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે.
(૧૧૯૨ )
દિગંબર એ કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સ્વરૂપ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. રાગના વસ્ત્ર વિનાની જે ચીજ (જ્ઞાયકમાત્ર વસ્તુ) તે દિગંબર આત્મા છે. અને વસ્ત્ર વિનાની શરીરની દશા એ બાહ્ય દિગંબરપણું છે. અહો ! દિગંબરત્વ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે. પક્ષ બંધાઈ ગયો તેથી આકરું લાગે પણ શું થાય ? વસ્તુસ્થિતિ જ આવી છે. (૩૯૫૨ )
( ૧૧૯૩ )
જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળજ્ઞાન થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પદ્રવ્ય છે માટે કેવળજ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહીં અને વળી પાછું એમ કહે કે પરદ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવર-નિર્જરાની દશા છે. હવે જે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન ) વિકલ્પ હોઈ શકે નહીં. તેથી જેને વસ્ત્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંભવિવ નથી. તેથી જે કોઈ વસ્ત્ર સહિત મુનિપણું માને છે તેને આસ્રવ સહિત સાતેય તત્ત્વની ભૂલ છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. ( ૩–૯૭)
( ૧૧૯૪ )
શંકા:- અમે તો ગુરુને પકડયા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પ૨મત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી.
સમાધાનઃ- ભાઈ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાઠુડની ૧૪ મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે, આકરી વાત, પ્રભુ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે. ( ૩–૧૯૫ )
( ૧૧૯૫ )
અહો ! આ વીતરાગની વાણી વહેવડાવનારા દિગમ્બર સંતો જાણે વીતરાગતાનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com