________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૩૧
અંતરંગ પ્રવર્તન છે અને આ જ માર્ગ છે. પંચમહાવ્રત અને નગ્નપણું એ કાંઈ મુનિપણું નથી; એ તો જડરૂપ બાહ્યલિંગ છે. સમજાણું કાંઈ ? (૬–૭૪ )
(૧૨૧૦)
અશુભ આચરણની જેમ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરવામાં આવતાં મુનિઓ કાંઈ અશરણ થઈ જતા નથી. આ પંચાસાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ શુભાચારનો નિષેધ થઈ જતાં મુનિઓ શું આચરણ પાળશે એમ અશરણ થઈ જતા નથી; પરંતુ અંદર નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળી બિરાજે છે તેના જ્ઞાનમાં આચરણ કરવું, તેના શ્રદ્ધાનમાં આચરણ કરવું એની સ્થિરતામાં આચરણ કરવું, ઇચ્છા નિરોધરૂપ આનંદમાં આચરણ કરવું અને વીર્યની શુદ્ધતાની ૨સનામાં આચરણ કરવું આ પ્રમાણે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ પંચાચાર તેઓ પાળતા હોય છે. આવું નિષ્કર્મ અવસ્થારૂપ સ્વરૂપનું આચરણ મુનિઓને હોય છે તેથી તેઓ અશરણ નથી.
અહાહા...! મુનિદશા-ચારિત્રની દશા કોઈ અલૌકિક હોય છે! મુનિવરો બહારમાં વસ્ત્રથી રહિત અને અંદર રાગના વિકલ્પથી રહિત શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થઈને આનંદરૂપી અમૃતના ઘૂંટડા પીતા હોય છે. જેમ કોઈ શેરડીનો મીઠો રસ ગટક-ગટક ઘૂંટડાં ભરી-ભરીને પીએ છે. તેમ આ ધર્મી પુરુષો અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ ગટક-ગટક ઘૂંટડાં ભરી-ભરીને પીએ છે. તેમને એમાંથી બહાર નીકળવું ગોઠતું નથી. અહો! ધન્ય એ ચારિત્રદશા ! આ ધર્મ અને આ ચારિત્રદશા છે એને અહીં નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તન કહ્યું છે. (૬-૭૫ )
(૧૨૧૧ )
ભગવાન આત્મા ચૈતન્યના રત્નોનો સમુદ્ર છે. એમાં એકાગ્ર થઈને આચરણ કરતાંરમણતાં કરતાં વીતરાગી આનંદનો અનુભવ કરનારા મુનિઓને પોતાના આત્માનું શરણ છે. અહાહા...! રાગનો નિષેધ કરીને અંતરમાં ડૂબી જતા મુનિવરોને નિજ શુદ્ધાત્મા જ શરણ છે. અરહંતા શરણે, સિદ્ધા શરણું એ તો વ્યવહારથી શરણ કહેવામાત્ર છે. ( ૬–૭૬ )
(૧૨૧૨ )
‘સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. ’
જુઓ, આ મુનિધર્મ કહ્યો અહાહા...! ત્રિકાળજ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે એમાં લીન થવું એ જ્ઞાનનું મહાશરણ છે. અર્થાત્ આત્મા સદાય શુદ્ધ વીતરાગસ્વભાવી વસ્તુ છે એનું જ મુનિઓને શરણ છે અને એ જ ધર્મ છે.
અહા ! આ અઠ્ઠાવીસ મૂલગુણ, પાંચમહાવ્રત આદિ શુભાચરણ જો ધર્મ નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com